NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અબુ આઝમીએ મુસ્લિમોનો પક્ષ લઈને આપ્યું જબરદસ્ત ભડકાઉ નિવેદન

અબુ આઝમીએ મુસ્લિમોનો પક્ષ લઈને આપ્યું જબરદસ્ત ભડકાઉ નિવેદન

 | 8:56 pm IST

ગોરક્ષાના મુદ્દે થઈ રહેલી હિંસાની ઘટનાનો વિરોધ કરતા સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ગોરક્ષાના નામે થતા હુમલા બંધ ન થયા તો મુસલમાન પણ શસ્ત્ર ઉઠાવી શકે છે અને એમ થયું તો દેશ સંભાળવો મુશ્કેલ બની જશે, એવી ચીમકી તેમણે આપી હતી.

એક ચેનલને આપેલી મુલાકાત દરમ્યાન તેમણે કહ્યું હતું કે, જે જે રાજ્યમાં ભાજપની સરકાર છે, ત્યાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ માત્ર આ ઘટનાનો વિરોધ કર્યો છે, પરંતુ હકીકતમાં સરકારે કોઈ પગલાં ભર્યા નથી એટલે ગોરક્ષકોનું જોર વધ્યું છે. આ બધું બંધ થવું જોઇએ. ગોરક્ષાના નામે એકલદોકલ માણસોને મારવા એ આતંકવાદી કૃત્ય ગણાવું જોઇએ એવી માગણી પણ આઝમીએ કરી હતી.

સતત થઈ રહેલા હુમલાને કારણે દેશનું વાતાવરણ ખરાબ થયું છે. વિશિષ્ટ પ્રકારનો ડ્રેસ પહેરી પ્રવાસ કરતા પણ લોકો ડરી રહ્યા છે. આ બધું ચિંતાજનક છે. આવી સ્થિતિમાં એક્શનનું રિએક્શન આવી શકે છે. એક મર્યાદા સુધી માણસ સહન કરશે, પણ પછી એ શસ્ત્ર ઉગામશે જ એમ આઝમીએ કહ્યું હતું.