બજાર પર પ્રભુત્વનો દુરુપયોગ : દ. કોરિયાએ ગૂગલને રૂપિયા 1305 કરોડનો દંડ કર્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બજાર પર પ્રભુત્વનો દુરુપયોગ : દ. કોરિયાએ ગૂગલને રૂપિયા 1305 કરોડનો દંડ કર્યો

બજાર પર પ્રભુત્વનો દુરુપયોગ : દ. કોરિયાએ ગૂગલને રૂપિયા 1305 કરોડનો દંડ કર્યો

 | 2:00 am IST
  • Share

ગૂગલની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી કેમ કે ફક્ત બે મહિનામાં તેને બીજીવાર ભારે મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાએ બજાર ઉપર પ્રભુત્વના દુરુપયોગના આરોપ સાથે ગૂગલને ૧૭૭ મિલિયન ડોલર્સ એટલે કે રૃ. ૧૩૦૫ કરોડનો દંડ કર્યો છે. ગૂગલે તેની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને એપ માર્કેટમાં પોતાના દબદબાનો ખોટો ફાયદો ઉઠાવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જણાવાયું હતું કે ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના કસ્ટમાઇઝ વર્ઝનને બ્લોક કરી દીધું હતું, જે નિયમની વિરુદ્ધ હતું. તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં એકાધિકારને ઘટાડવા માટે એક બિલ પાસ કરવામાં આવ્યું હતું જે હવે કાયદો બની ગયું છે. ખાસ બાબત એ છે કે આ કાયદો લાગુ થયા બાદ ગૂગલ પર આટલો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચુકાદો એપ માર્કેટમાં હરીફાઇને જાળવી રાખવામાં મદદરૃપ

કોરિયાના ફેર ટ્રેડ કમિશને મંગળવારે જણાવ્યું હતું કે ગૂગલ તરફથી ડિવાઇસ ઉત્પાદકો સાથે એક કરાર કરવામાં આવ્યો છે જે બજારના નિયમોની વિરુદ્ધનો છે. કોરિયાના ફેર ટ્રેડ કમિશનવા ચેરમેન જો સુંગ વૂકે જણાવ્યું હતંુ કે આ ચુકાદો ઘણો અર્થપૂર્ણ છે કેમ કે તે મોબાઇલ ઓપરેટિંગ એપ માર્કેટમાં હરીફાઇને જાળવી રાખવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન