ACB Says- Corrupt Officers Now Use Codes For bribe
  • Home
  • Ahmedabad
  • ACBના ખૌફથી લાંચિયા બાબૂઓએ અપનાવ્યો નવો હથકંડો, હવે કરે છે આ કોડવર્ડનો ઉપયોગ

ACBના ખૌફથી લાંચિયા બાબૂઓએ અપનાવ્યો નવો હથકંડો, હવે કરે છે આ કોડવર્ડનો ઉપયોગ

 | 10:09 pm IST

ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યૂરોનો ખૌફ હાલ સરકારનાં લાંચિયા બાબૂઓમાં જોવા મળી રહ્યો છે. પણ અમુક એવાં સરકારી બાબૂઓ છે કે, જેમને લાંચ લેવાની આદત હજુ છૂટતી નથી. જેથી તેઓએ એસીબીની જાળમાંથી બચવા માટે એક નવો જ હથકંડો અપનાવ્યો છે. હવે લાંચિયા બાબૂઓ ખાસ કોડવર્ડનો ઉપયોગ કરીને લાંચ માગે છે.

એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચિયા બાબૂઓના કોડવર્ડનો પર્દાફાશ કર્યો છે. એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, લાંચ માટે અધિકારી અને વચેટિયાઓ ખાસ કોડવર્ડ વાપરે છે. અને આ કોડવર્ડનો ઉપયોગ કરીને જ ફરિયાદી પાસેથી પૈસા લેવામાં આવે છે.

લાંચની જે રકમ નક્કી થઇ હોય તેનો કોર્ડવર્ડ આ રીતનો હોય છે. જો લાંચની રકમ 10 લાખ હોય તો, કોર્ડવર્ડ GJ 10 છે. અને જો લાંચની રકમ 5 લાખ તો કોર્ડવર્ડ 5 પડીકાં છે. લાંચની રકમ 1 લાખ હોય તો કોર્ડવર્ડ 1 કિલોગ્રામ છે. લાંચની રકમ 3 લાખ હોય તો કોર્ડવર્ડ 3 ફાઇલ છે.

ભલે લાંચિયા અધિકારીઓ ગમે તેટલાં કોડવર્ડનો ઉપયોગ કરતાં હોય પણ એન્ટી કરપ્શન બ્યૂરો આ તમામ લાંચિયા અધિકારીઓનો પર્દાફાશ કરવા માટે તૈયાર બેઠી છે.

જુઓ આ વીડિયો પણ…

જામનગરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન