વલસાડમાં મહિલા ડ્રગ ઈન્સ્પેકટર રૂ. 40હજારની લાંચ લેતા ઝડપાયા - Sandesh
NIFTY 10,528.35 +47.75  |  SENSEX 34,305.43 +112.78  |  USD 65.4900 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વલસાડમાં મહિલા ડ્રગ ઈન્સ્પેકટર રૂ. 40હજારની લાંચ લેતા ઝડપાયા

વલસાડમાં મહિલા ડ્રગ ઈન્સ્પેકટર રૂ. 40હજારની લાંચ લેતા ઝડપાયા

 | 8:54 pm IST

સામાન્ય નાગરિકોને સરકારી કામ કરાવવા સરકારી બાબુઓના ગજવા ગરમ કરવા જ પડે છે, અને તે એક રીવાજ થઇ ગયો છે, જોકે કેટલાક સમયથી રાજ્યના એન્ટી કરપ્સન વિભાગની નિષ્ઠા વાન કામગીરીથી સરકારી બાબુઓ પર મહદ અંશે લગામ લાગી છે તો આ વખતે વલસાડ જિલ્લાના વાપીમાં એક લાંચિયા ડ્રગ ઇન્સ્પેક્ટર ઝડપાયા હતા.

એક તરફ મોદી સરકાર ભષ્ટાચાર મુક્ત ભારત બનાવવા પ્રયાસ કરી રહ્યી છે. એન્ટી કરપ્શન વિભાગ દ્વારા અવાર નવાર ટ્રેપ દ્વારા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કેટલાક અધિકારીઓ આજે પણ હમ નહિ સુધરેંગેના કથનને સાચું ઠેરવી રહ્યા છે. વલસાડ જિલ્લા એસીબીએ ગોઠવેલી એક ટ્રેપમાં એક મહિલા ક્લાસ 2ની અધિકારી રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપાઈ જતાં, જિલ્લાની સરકારી કચેરીમાં સોપો પડી જવા પામ્યો છે. ડ્રગ ઇન્સપેકટર વિભીષા બેન પટેલ અને તેનો વચેટીયો સુમન પટેલ રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. એક તબીબને મેડિકલ સ્ટોરમાં કોઈ પણ પ્રકારની હેરાનગતી નહિ કરવા માટે આ મહિલા અધિકારીએ લાંચની રકમ માંગી હતી. જોકે તબીબે આ મહિલા અધિકારીના તાબે ન થતા વલસાડ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે વલસાડ એસીબીની ટીમે વાપી ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપમાં વચેટીયો મહિલા અધિકારી વતી 40 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઇ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. તેમજ મહિલાના ઘરે પણ એસીબીની ટીમે તપાસ શરુ કરી હતી. ત્યાં પણ 72 હજાર રોકડ મળી આવી હતી. મોટી વગ ધરાવતી આ મહિલાને બચાવવા અનેક મોટા માથાઓ એસીબીની કચેરીએ દોડી આવ્યા હતા.

એસીબીના વડા કેશવકુમારે જણાવ્યું કે જ્યારે આ મહિલા ડ્રગ ઈન્સ્પેક્ટર વિશે ફરિયાદ મળી તો અમે તેમને પકડવા માટે ટ્રેપ ગોઠવી હતી. જે માટે એસીપીની ટીમ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ તરીકે હાજર રહી હતી. ચોથા દિવસે મહિલા ડ્રગ ઈન્સ્પેકટર ઝડપાઈ ગયા હતા.