NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં હવે લાંચિયા બાબુઓની ખેર નહીં: CBIની જેમ તપાસ કરશે ACB

ગુજરાતમાં હવે લાંચિયા બાબુઓની ખેર નહીં: CBIની જેમ તપાસ કરશે ACB

 | 3:43 pm IST

નાનું કામ હોય કે મોટું કામ હોય તમામ કામ કરવા માટે લાંચિયા અધિકારીઓ સામાન્ય જનતાને પાસે પૈસા પડાવવા માટે હંમેશા તૈયાર જ બેઠા હોય છે. એસીબી દ્વારા છેલ્લા બે વર્ષમાં મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં લોકો લાંચિયા બાબુઓ સામે માહિતી આપતા થયા. લોકો દ્વારા લાંચિયા અધિકારીઓ સામેની ફરિયાદો વધી આમ છતાં કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે કોઇના કોઇ છટકાબારીઓની મદદથી આરોપીઓ છૂટી જાય છે. જેના કારણે એસીબી કન્વિક્શન રેટ આઠ ટકા છે જે ખુબ જ ઓછો કહેવાય. આવા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ કોર્ટમાંથી છટકી ન શકે એટલા માટે એસીબીએ તમામ કેસમાં સીબીઆઈની જેમ વૈજ્ઞાનિકઢબે તપાસ કરવાનું અને વૈજ્ઞાનિકઢબે પુરાવારા એકત્રિક કરવાનું નક્કી કર્યું છે. જેથી કરીને આ આરોપીઓ કોર્ટમાંથી છટકી ન શકે. આ માટે એસીબીના નાના અધિકારીઓથી લઇને ઉચ્ચ અધિકારીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.

સીબીઆઈમાં આશરે સાત વર્ષ સુધી ફરજ બજાવીને અમદાવાદના એન્ટી કરબ્શન બ્યુરોમાં પોસ્ટિંગ પામેલા ઇન્ચાન્જ ડાયરેક્ટર કેશવ કુમારે એસીબીની કાયાપલટ કરવાનું નક્કી કર્યું છે. તેઓ જણાવે છે કે એસીબી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું એના કારણે લોકો એસીબી ઉપર ભરોષો કરતા થયા છે અને લાંચના કેસોમાં પણ વધારો થયો છે. પરંતુ કોર્ટમાં લાંચિયા કર્મચારીઓ કે અધિકારીઓ કોઇનો કોઇ કાયદાકીય છટકબારીઓનો લાભ લઇને છટકી જાય છે. આના કારણે એસીબીનો કન્વિક્શન રેટ માત્ર આઠ ટકા જેટલો જ છે. તેઓ ઉમેરી રહ્યા છે કે સીબીઆઈમાં કોઇપણ તપાસમાં વૈજ્ઞાનિકઢબે થાય છે. જેમાં ફોરેન્સિક સાયન્સનો વધુમાં વધુ ઉપયોગ થાય છે. પરિણામે કોર્ટમાં આરોપીઓ છટકી શકતા નથી. આથી સીબીઆઈનો કન્વિક્શન રેટ 64 ટકા છે. આમા કારણે એસીબી દ્વારા કરવામાં આવતા કેસમાં તપાસ વૈજ્ઞાનિકઢબે કરવાનું નક્કી કર્યું છે.

cbi fsl

આજ કારણોસર ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એસીબીના કર્મચારીઓનો ફોરેન્સિક સાયન્સનો તપાસમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. બુધવારે ગાંધીનગર એફએસએલમાં ACB ઓફિસરોની ટીમને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં કેવી રીતે ફોરેન્સિક ઇન્વેસ્ટિંગ કરવું અને કેવી રીતે પુરાવા એકત્રિત કરવા એ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. શરૂઆત કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કેવી રીતે કરવી એ અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી. બુધવારે આપવામાં આવેલી ટ્રેનિંગમાં એલવીએલ (લેઇડ વોઇસ એનાલિસિસ), એસડીએસ (સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ) અને સાઇકો પ્રોફાઇલિંગ એન્ડ એસએસમેન્ટ જેવા મુખ્ય ત્રણ બાબતોની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એસીબીએ અલગ અલગ કેસોની તપાસમાં આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

એસીબીના એક અધિકારી જણાવે છે કે, જ્યારે એસીબીના છટકામાં કોઈપણ મોટા અધિકારીઓ પકડાય છે ત્યારે આવા અધિકારીઓ લાગવાગ લગાડી, કે કાયદાકિય છટકબારી શોધીને કેસમાંથી છૂટવા માટેના ધમપછાડા કરે છે. આના માટે જ કોઇપણ કેસમાં કોર્ટમાં રજૂ કરવામાં આવતી એફિડિવિડથી માંડીને કેસ સંબંધિત તમામ દસ્તાવેજને તપાસ અધિકારીથી માંડીને એસીબીના ઉચ્ચ અધિકારીઓ ચકાસણી કર્યાબાદ મંજૂરી આપશે ત્યારબાદ જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેથી કરીને આરોપીઓ કોઈ જ છટકબારીનો લાભ ન લઇ શકે અને આરોપીને યોગ્ય સજા થાય.

ઉલ્લેખનિય છે કે, વાઘોડિયાની સુમનદીપ વિદ્યાર્થીના સંચાલક ડો.મનસુખ શાહને રૂ.20 લાખની લાંચમાં એસીબીએ પકડ્યો છે. આ કેસમાં એસીબી દ્વારા વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત તાજેતરમાં જ સાઇકો પ્રોફાઇલિંગ એન્ડ એસએસમેન્ટ કરવામાં આવ્યું હતું અને એ પહેલા એલવીએસ અને એસડીએસ પણ કરવામાં આવ્યું હતું. આમ એસીબી દ્વારા લાંચ પ્રકરણમાં પકડાયેલા મોટા માથાઓને સજા થાય એ માટે સજ્જ બની છે.