Accident Between Car And Two Trailer In Deesa Highway At Gujarat, 5 Died
  • Home
  • Featured
  • ડીસા: પુત્રને પરણાવી પરત ફરતા માતા-પિતા સહિત 5ને કાળ ભરખ્યો, કાલે હતા દીકરીના લગ્ન

ડીસા: પુત્રને પરણાવી પરત ફરતા માતા-પિતા સહિત 5ને કાળ ભરખ્યો, કાલે હતા દીકરીના લગ્ન

 | 8:40 am IST

ડીસા મંડાર હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના લીધે ચાર લોકો જીવતા ભડથું થઇ ગયા છે. આ અકસ્માતમાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નનો માહોલ માતમાં ફેરવાયો
મળતી માહિતી પ્રમાણે મંડારમાં પુત્રના લગ્નમાંથી અમીરગઢ પરિવાર પાછો ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવારના ઘરે જ લગ્નપ્રસંગ હતો. વરરાજાના માતા-પિતા સહિત બીજા ત્રણ લોકોના મોત થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક પરિવારમાં આવતી કાલે દીકરીના લગ્ન હતા.

ડીસા મંડાર હાઇવે પર કૂચાવાડા ટોલ પ્લાઝા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગતા ચાર લોકો જીવતા જીવ બળીને ખાઇ થઇ ગયા હતા. આગ લાગતા અને અકસ્માતના લીધે ચાર લોકોનાં મોત નીપજ્યા છે. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના લોકો પણ ત્યાં દોડીને આવી ગયા હતા અને તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી અને તાત્કાલિક 108ને બોલાવી લીધી હતી.

આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસની ટીમ અને ફાયરફાઇટરના જવાનો રાહત કામમાં જોડાઇ ગયા હતાં. હજી બીજા લોકો ગાડીમાં ફસાયાની આશંકા છે. જેના લીધે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન