મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત, 4નાં મોત અને 17 લોકો ઘાયલ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત, 4નાં મોત અને 17 લોકો ઘાયલ

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ખાનગી બસનો અકસ્માત, 4નાં મોત અને 17 લોકો ઘાયલ

 | 11:10 am IST

મુંબઈ – અમદાવાદ હાઈવે પર ધડાકાભેર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સિયાલજ પાસે લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ સર્જાયો છે. જેમાં 4ના મોત નીપજ્યા છે. જ્યારે 17થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી તમામને 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, સિયાલજ પાસે મુંબઈ લગ્ન પ્રસંગે જતી ખાનગી ટ્રાવેલ્સની બસનો કન્ટેનર સાથે એક્સિડન્ટ સર્જાયો હતો. લોકોના કહેવા પ્રમાણે, આગળ દોડતી કારને બચાવવા જતા એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર અને મુસાફરનું મોત નીપજ્યું હતું. જ્યારે 17થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. એક્સિડન્ટના પગલે ગામના લોકો મદદે દોડી આવ્યા હતા. અને ઓલપાડ, અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, કડોદરા, વરાછા સહિતની 108ની મદદથી ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઈ હતી. કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.