accident-between-the-rajkot-morbi-highway-3-dead
  • Home
  • Featured
  • નવા વર્ષે રાજકોટ મોરબી હાઇવે બન્યો ગોજારો, 3ના કમકમાટી ભર્યા મોત

નવા વર્ષે રાજકોટ મોરબી હાઇવે બન્યો ગોજારો, 3ના કમકમાટી ભર્યા મોત

 | 8:43 am IST

રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજકોટમાં ગઇકાલે ગુરુવારે એક ગોજારો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત રાજકોટ-મોરબી હાઈવે પર બન્યો હતો, જેમા ત્રણ વ્યક્તિના મોત થયા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ- મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે જેમા બાઈક સવાર બન્ને યુવકોના મોત થયા છે અને એક ઈકોમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે.

આ અકસ્માતમાં ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં મોતને ભેટેલા લોકોમાં પરમાર મગનભાઈ કરસનભાઈ, પરમાર સતીશ રાધેશ્યામ, રજતઅલી યુસફઅલીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.