ભચાઉમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત, ટક્કરથી ટ્રક પાટા પર ઊંઘો પડી ગયો - Sandesh
  • Home
  • Bhuj
  • ભચાઉમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત, ટક્કરથી ટ્રક પાટા પર ઊંઘો પડી ગયો
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

ભચાઉના માનસરોવર ફાટક પાસે વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક ટ્રક ફાટક પાસેના રેલવે પાટા પર અટવાઈ પડ્યો હતો. જેમાં ટ્રેનની બ્રેક પણ ન વાગતા ટ્રક સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. જોકે, ગેટમેનની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત શુક્રવારે રાત્રે ભચાઉ માનસરોવર ફાટક પાસે બન્યો હતો. એક ટ્રક ફાટક પરથી પસાર થઈ રહી હતી તે સમયે ફાટક પાસે જ બંધ પડી ગઈ હતી. આ દરમિયાન બરેલી-ભૂજ પેસેન્જર ટ્રેનનો આવવાનો સમય થઈ ગયો હતો. ગેટમેન તરત જ સમયસૂચકતા વાપરીને ટ્રેન તરફ ઘસી ગયો હતો અને સિગ્નલ આપીને ટ્રેનને ધીમી કરવા કહ્યું હતું. ટ્રેનના ચાલકે સિગ્નલ જોતા જ ટ્રેનને ધીમી પાડી હતી. પરંતુ ટ્રક સાથે ટ્રેનનો ટકરાવ થયો હતો. રેલવેના પાટા પર ઉભેલ ટ્રક સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. જોકે, આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ગેટમેનની સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો અને ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટ્રેન સાથે અથડાયા બાદ ટ્રક પાટા પર ઊંઘી પડી ગઈ હતી. આ બનાવને પગલે રેલવે તંત્ર દોડતુ થઈ ગયું હતું, તેમજ આસપાસના સ્થાનિકો પણ પહોંચી ગયા હતા.