Agra-Lucknow Highway: Accident Between Truck And van, 7 People Dead
  • Home
  • Featured
  • ટ્રક અને વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકો જીવતા સળગ્યા

ટ્રક અને વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકો જીવતા સળગ્યા

 | 9:46 pm IST

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે અકસ્માતનો હાઇવે બનતો જઇ રહ્યો છે. અહીં એકવાર ફરી એક ભયકંર દુર્ઘટના થઈ છે. ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક ટ્રક અને વાનની જોરદાર ટક્કર બાદ વાનમાં આગ લાગી હતી. આ ભયંકર ઘટનામાં વાનમાં સવાર 7 લોકો જીવતા સળગી ગયા હતા. ઉન્નાવનાં ડીએમે 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

ઉન્નાવનાં ડીએમ દેવેન્દ્ર કુમાર પાંડેએ જણાવ્યું કે, “અકસ્માતમાં કુલ 7 ડેડ બૉડી નીકળી છે. અમે લોકો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છીએ. ગાડી ઉન્નાવનાં અંકિત બાજપેયીનાં નામથી રજિસ્ટર્ડ છે. એ સ્પષ્ટ નથી કે તે વાનમાં હતો કે નહીં. ગાડીમાં રહેલા લોકો ક્યાંનાં હતા તે હજુ જાણી શકાયું નથી.”

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઉન્નાવમાં ટોલ પ્લાઝાની પાસે એક વાન આવી રહી હતી. શરૂઆતની જાણકારી પ્રમાણે રોંગ સાઇડથી આવવાનાં કારણે અકસ્માત સર્જાયો. મૃતકોનાં મૃતદેહો બહાર નીકાળી દેવામાં આવ્યા છે અને આગળની તપાસ થઈ રહી છે. બાંગરમઉ ક્ષેત્રમાં થયેલા આ જબરદસ્ત અકસ્માત બાદ ઘટનાસ્થળે અનેક લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે ફાયર બ્રિગેડને મોકલવામાં આવી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.

આ પહેલા કન્નોજનાં છિબરામઉમાં 10 જાન્યુઆરીનાં બસ અને ટ્રકની ટક્કર બાદ બંને વાહનોમાં ભયંકર આગ લાગી હતી. છિબરામઉ થાણા વિસ્તારમાં સિરોહી ગામની પાસે થયેલા આ અકસ્માતમાં 40થી વધારે મુસાફરો ભરેલી બસ સળગવા લાગી હતી.

આ વિડીયો પણ જુઓ: અનામત નીતિની સમીક્ષા કરવાની ભાજપના ધારાસભ્યોની માગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન