આકસ્મિક મૃત્યુ સિલસિલો બની ચૂક્યો છે - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • આકસ્મિક મૃત્યુ સિલસિલો બની ચૂક્યો છે

આકસ્મિક મૃત્યુ સિલસિલો બની ચૂક્યો છે

 | 11:34 pm IST

સાંપ્રત । રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ

હાલમાં જે મુંબઈના એક ઓવર ફૂટ બ્રિજ પર કોઈક અગમ્ય કારણોસર થયેલ ભાગદોડના પગલે ૨૨ જેટલા લોકોના અત્યંત દયનીય હાલતમાં મૃત્યુ થયા. ત્યારે ફરી એકવાર મનમાં સવાલ ઊઠયા કે, આખરે આપણી આજુબાજુ તેવી કોઈ અવ્યવસ્થા સર્જાઈ રહી છે કે જેને કારણે નાગરિકોના જાન વધુ સસ્તો બન્યો છે. રોડ અકસ્માત, રોડરેઝ, રેલ અકસ્માત, ભાગદોડ, પૂર, ભારે વરસાદ, મેનહોલમાં પડવાથી મૃત્યુ, આગજની, બિલ્ડિંગ કોલેપ્સ આવા તો કંઈ કેટલાયને ઢગલાબંધ કારણો છે કે જેનો ભોગ નિર્દાેષ અને લાચાર નાગરિકો બની રહ્યાં છે.

ત્યારે તેમ કહેવું જરાપણ ગલત નહીં હોય કે, ભારતના શહેરો તેવી વિસ્ફોટક સ્થિતિમાં આવી ચૂક્યા છે કે, જ્યાં ક્યારેય પણ, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. કંઈ તેવું નથી કે, લોકો ત્રાસવાદી હુમલા કે રોગચાળાથી જ મરે છે. ભારતના નાગરિકોની બદહાલી તે કક્ષાએ વધી છે કે, તેઓ સતત એક ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. સ્કૂલે ગયેલા બાળકથી લઈને જોબ પર ગયેલ પતિ-પત્ની કે ઈવન ઘરોનમાં પણ સલામતી નથી. સલામતીની ગેરંટી કોઈ સરકાર આપવા તૈયાર નથી. ત્યારે અહીં ફરી એકવાર ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જાન હૈ તો જહાંન હૈ… અને જાન-માલથી આગળ કોઈ પ્રાયોરિટી નથી. કે ના તો કોઈ વિકાસ છે. રેલ-અકસ્માતો અને રેલવેનું આધુનિકીકરણ ના થાય ત્યાં સુધી ભારતને બુલેટ ટ્રેનની કોઈ ખ્વાહીશ નથી. સમાજના અદનામાં અદના માણસને સુરક્ષા અને સસ્તું ભાડું અને જરૂરી સુવિધા મળે તે જ તેમની પ્રાયોરિટી છે. અહીં આપણે બુલેટ ટ્રેન વિશે ચર્ચા નથી કરી રહ્યાં પરંતુ આ મુદ્દો આપણી સમસ્યા સાથે ક્યાંકનો ક્યાંક જોડાય છે એટલે ઉલ્લેખ થાય છે.

એની વે, અહીં ચર્ચા થઈ રહી છે ભારતમાં રોજે રોજ બનતા હાદસાઓ કે અકસ્માતોની કે જે આપણા માટે રોજીંદો ઘટનાક્રમ બનતો ચાલ્યો છે. મુંબઈના ફૂટ બ્રિજ પરની ભાગદોડ, કોલકાતાની સડકો પરનું પુર, મુંબઈના ઈમારતનું ધરાશયી થવું, દિલ્હીમાં કચરાનો અંબર, ખુલ્લી ગટરો જેવી બાબતો લોકોના મોતનું કારણ બની રહી છે અને માનો કે ન માનો પરંતુ આ અકસ્માતો એટલા નિયમિત બની ચૂક્યા છે કે, આવું બનવાથી લોકોને હવે નવાઈ પણ નથી લાગતી. લોકો હવે તેને પચાવી ચૂક્યા છે કે આદતી બની ચૂક્યા છે. જે એક જાગૃત સમાજ માટે સારી નિશાની નથી.

કેમ કે, સ્થાનીય નગર નિગમો તો આવા બનાવો માટે જે તે પર દોષનો ટોપલો ઢોળી હાથ ખંખેરી લે છે અને આ પ્રક્રિયા બીજો બનાવ બને ત્યાં સુધી જારી રહે છે. જ્યારે કે વિદેશની આ મુદ્દે સરખામણી કરો તો તમને ખ્યાલ આવે કે, સુરક્ષા મામલે આપણે ક્યાં છીએ ? હાલમાં ટેકસાસમાં પુર આવવાથી જેટલા લોકોના મોત થયા એનાથી વધુ મૃત્યુ તો મુંબઈમાં એક ઈમારતના પડી જવાથી લોકોના થયા હતા. ત્યારે તે નોંધવું રહ્યું કે, મુંબઈમાં તેવી કેટલીય ઈમારતો છે કે, જે સો વર્ષાેથી પણ જૂની છે. પરંતુ મુંબઈ નગર નિગમની લાપરવાહી કાબિલેદાદ છે. હા, માની લેવામાં આવે કે, મુંબઈ તે એક તેવું શહેર છે કે, જ્યાં રોટલો મળે છે પણ ઓટલો નથી મળતો. એટલે એક છત મળવી તે અત્યંત મુશ્કેલ કામ છે. પરંતુ આખરે સલામતીને લક્ષ્યમાં રાખીને કોઈ નીતિ-નિયમો પણ તો હોવા જરૂરી છે ને ?? આખરે નાગરિક પ્રસાશન છે શેના માટે ? કોઈ જવાબ આપશે ??

દિલ્હીમાં કચરાનો પહાડ બનેલ ઢગલો જ્યાં સુધી લોકો માટે જાનલેવા કે મુસીબત નથી બનતો ત્યાં સુધી અફસરશાહી તેના પર ધ્યાન આપવા તૈયાર નથી હોતી અને આવી લાપરવાહી હરેક સ્થળે અને સ્થાને છે. સિમલામાં તાજેતરમાં ભુસ્ખલનનો બનાવ બન્યો હતો અને તેમાં લોકોના જાન ગયા પણ હતાં. તેમ છતાં સિમલા અને અલમોડા વચ્ચે ચાર લેનનો રાજમાર્ગ પહાડીઓને કાપીને લાંબી લાંબી પટ્ટીઓ જેવો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ માર્ગાે ભૂસ્ખલન થાય ત્યારે ભારે જોખમી બને છે. જો કે, આવી હાલત મોટાભાગના પહાડી વિસ્તારોની છે. તમે દાર્જિલિંગ જેવા પ્રખ્યાત હીલ સ્ટેશન પર જાવ તો અહીંના રસ્તાઓની હાલત કઈ હદે ખરાબ છે તે તમને ખ્યાલ આવે.

અને તેનાથી ખતરનાક મંજર હોય તો તે છે તે, આ પહાડી વિસ્તારવાળા શહેરો કે ગામડાઓમાં પ્રવાસન ઉદ્યોગને ધ્યાનમાં રાખીને આ ખતરનાક ઢોળાવોવાળા વિસ્તારમાં છથી આઠ માળની હોટેલો બનાવવામાં આવી રહી છે. ત્યારે આ સ્થિતિમાં જો કુદરતી આપત્તિ આવે તો શું હાલત થાય તે વિચારી શકાય તેમ છે. ત્યારે તમને નથી લાગતું કે, જ્યારે પણ માનવ નિર્મિત આપદાઓ થાય છે ત્યારે તે સ્પષ્ટ સંકેત કરે છે કે, શહેરોની સાથે સાથે નાજુક પરિસ્થિતિવાળા વિસ્તારોમાં પનપી રહેલ નિર્માણ તેની ચરમસીમાએ પહોંચી ચૂક્યા છે.

ત્યારે નથી લાગતુ કે, આપણે તેવી સ્થિતિમાં પહોંચી ચૂક્યા છીએ કે, જ્યાં માનવ સર્જીત આપત્તિ અને કુદરત સર્જીત આપત્તિમાં જાજો ફર્ક રહ્યો નથી. કેમ કે, આપણે કુદરતને ખતમ કરી નાંખી એટલે જ પુર, ગરમી, દુષ્કાળ, ભૂસ્ખલન જેવી બાબતોમાં વધારો થયો. તો બીજી તરફ ગેરકાનૂની ફેક્ટરીઓએ નદીઓની ખતમ કરી ગટરમાં ફેરવી નાંખી અને તેથી જ પુર અને દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. તે સાથે જ આપણુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સાવ બકવાસ છે અને એટલે જ આપણે આવેલ પડકાર સામે નીપટી શકતા નથી અને આજે આપણે જાતે જ દુર્ઘટનાઓના અંબર ઊભા કરી ચુક્યા છીએ.