સુરત : તિરુપતિ સાડીના માલિકનું અકસ્માતમા મોત - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત : તિરુપતિ સાડીના માલિકનું અકસ્માતમા મોત

સુરત : તિરુપતિ સાડીના માલિકનું અકસ્માતમા મોત

 | 10:30 am IST

સુરતમાં હિટ એન્ડ રનની જબરદસ્ત ઘટના બની છે. જેમાં તિરૂપતિ સાડીના માલિક આનંદ સુરેકાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો કરુણ હતો કે, આનંદ સુરેકાના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. જેને જોઈને લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની ફેમસ તિરુપતિ સાડીના માલિક આંદ સુરેકા પોતાના ઘરથી ક્રેટા ગાડી લઈને આભવા જવા નીકળ્યા હતા. ગઈકાલે સાંજે તેઓ 8 વાગ્યે પરત ફરી રહ્યા હતા, ત્યારે વેસુ સિદ્ધી વિનાયક મંદિર પાસે પોતાનું વાહ પાર્ક કરીને રસ્તો પસાર કરતા હતા ત્યારે એક ટ્રકે તેમને અડફેટે લીધો હતો. ટ્રક ચાલક અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે કે આનંદભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માત એટલે ગમખ્વાર હતો કે, આનંદભાઈના ઘડના બે ટુકડા થઈ ગયા હતા. નજરે જોનારાઓમાં આ ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ ડુમસ પોલીસ મથકમાં કરવામાં આવતા પીઆઇ સહિતનો સ્ટાફ બનાવની જગ્યાએ પહોંચી ગયો હતો. ડુમસ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણ થતા જ આનંદભાઈના પરિવારજનો તથા અન્ય કાપડના વેપારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.