અંબાજી નજીક ચૂનો ભરેલી ટ્રક કાર પર ચઢતાં કુચ્ચો, 4ના મોત, ભયાનક તસવીરો - Sandesh
  • Home
  • Gujarat
  • અંબાજી નજીક ચૂનો ભરેલી ટ્રક કાર પર ચઢતાં કુચ્ચો, 4ના મોત, ભયાનક તસવીરો

અંબાજી નજીક ચૂનો ભરેલી ટ્રક કાર પર ચઢતાં કુચ્ચો, 4ના મોત, ભયાનક તસવીરો

 | 10:13 am IST

અંબાજી નજીક અમદાવાદ હાઈવે પર ચૂનો ભરેલી ટ્રક ટ્રાવેરા ગાડી પર પલટી મારતા ગાડીમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર આણંદ તાલુકાનો પટેલ પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અંબાજી નજીક અમદાવાદ હાઈવે પર એક ચૂનો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. ત્યારે ટ્રકના ડ્રાઈવેર અચાનક જ કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી ટ્રાવેરા ગાડી પર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રાવેરા કારનો કુચ્ચો બોલાઈ ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નપીજ્યાં હતાં. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને અકસ્માતમાં ભોગ બનનાર ત્રણેય પટેલ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન