અધિક માસમાં પુણ્ય કમાવા નીકળેલા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત - Sandesh
  • Home
  • Baroda
  • અધિક માસમાં પુણ્ય કમાવા નીકળેલા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત

અધિક માસમાં પુણ્ય કમાવા નીકળેલા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત

 | 10:45 am IST

વડોદરામાં કરજણમા શ્રદ્ધાળુઓ ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. જેને કારણે લક્ઝરી બસમાં રહેલા 2 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ અધિકમાસ હોઈ કેટલાક શ્રદ્ધાળુઓ પ્રવાસે નીકળ્યા હતા. તેમની બસને કરજણ પાસેના ઓજ ગામે અકસ્માત નડ્યો હતો. ઓજ ગામે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. જેને કારણે બસમાં સવાર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. મુસાફરોને નાનીમોટી ઈજા પહોંચી હતી. જેમાં તેમને સારવાર માટે તાત્કાલિક કરજણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ અધિક માસના મેળામાં આવ્યા હતા.