સુરતમાં પ્રવિણ તોગડિયાની કારને અકસ્માત, સુરક્ષામાં છીંડા હોવાનો લગાવ્યો આરોપ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં પ્રવિણ તોગડિયાની કારને અકસ્માત, સુરક્ષામાં છીંડા હોવાનો લગાવ્યો આરોપ

સુરતમાં પ્રવિણ તોગડિયાની કારને અકસ્માત, સુરક્ષામાં છીંડા હોવાનો લગાવ્યો આરોપ

 | 12:29 pm IST

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના (VHP)ના રાષ્ટ્રીય નેતા પ્રવીણ તોગડિયાની કારને અકસ્માત નડ્યો છે. કામરેજ નેશનલ હાઇવે 8 પર નવાગામ દાદા ભગવાનના મંદિર નજીક આ અકસ્માત થયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કોઈને પણ ઇજા પહોંચી ન હતી. આ એક્સિડન્ટને પગલે પ્રવિણ તોગડિયાએ પોતાની સુરક્ષામા છીંડા હોવાનો આરોપ લગાવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા આજે સુરતમાં હતા. ત્યારે સવારે 11 કલાકે તેમની કારને કામરેજ નેશનલ હાઈવે નંબર 8 પાસે અકસ્માત થયો હતો. કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલર નંબર જીજે 01 ડીએક્સ 0893 ની ટક્કરથી પ્રવિણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને પ્રવિણ તોગડિયાનો પણ આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા તેમને અન્ય કારથી સુરત મોકલાયા હતા.

અકસ્માત બાદ પ્રવિણ તોગડિયાનું નિવેદન
અકસ્માત બાદ તેમણે કહ્યું કે, ભગવાનની કૃપાથી હું માંડ માંડ બચ્યો છું. જો બૂલેટપ્રુફ ગાડી ન હોત તો એકપણ વ્યક્તિ ન બચ્યો હોત. ઝેડપ્લસ સિક્યોરિટી હોય તો તે સલામત છે તે વાત ખોટી સાબિત થઈ છે. આ ઘટનામાં બે વાત ચિંતાજનક છે કે ઝેડપ્લસમાં આગળ-પાછળ ગાડી અને એમ્બ્યુલન્સ સહિત ચાર ગાડીઓ હોય છે. સુરત રુરલને લેખિતમાં માત્ર આગળની જ ગાડીની સૂચના હતી, પાછળની ગાડીની સૂચના હતી જ નહિ, એસ્કોર્ટ ગાડીને સૂચના ન હોવાથી મારી પાછળ સુરક્ષા માટે કોઈ ગાડી જ ન હતી. આ પરિસ્થિતિમાં ટ્રક મારી ગાડી પર ચઢી ગઈ. મારા ડ્રાઈવરે હોર્ન માર્યો, પણ આ ડ્રાઈવર બ્રેક મારતો જ ન હતો. અમારી ગાઢી પર ટ્રક ચઢાવતો રહ્યો, અને મારી ગાડી ફંગોળાતી રહી. બાદમા ગાડી ડિવાઈડર સાથે અટકાઈ ત્યારે જ ગાડી રોકાઈ. તેથી બીજુ બાજુથી હુ ઉતરી ગયો. આ પરિસ્થિતિ ગંભીર છે કે, લેખિત સૂચના પાછળ કેમ ન ગાડી આપી. અને તે જ વખતે ટ્રક ચઢ્યો અને બ્રેક નહોતો મારતો. ડ્રાઈવરની પણ ધરપકડ કરાવી છે.

એક દિવસ પહેલા આપ્યું હતું રામમંદિરનું નિવેદન
વિશ્વ હિન્દુ પરિસદના ફાયર બ્રાન્ડ નેતા પ્રવીણ તોગડીયા સોમવારે રાત્રે વડોદરાનાં મહેમાન બન્યાં હતાં અને રામ મંદિર મુદ્દે સ્ફોટક નિવેદન આપ્યું હતું. વડોદરા ખાતે યોજાયેલ વિશ્વ હિન્દૂ પરિષદની મીટિંગમાં ફાયર બ્રાન્ડ નેતા પ્રવીણ તોગડીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, પ્રજાએ સરકારને રામ મંદિર માટે વોટ આપ્યા હતા, ત્રિપલ તલાક માટે નહીં. અયોધ્યામાં રામ મંદિર બને અને બાબરી ક્યારેય ના બને માટે સંસદમાં સરકારે નિર્ણય લઇ લેવો જોઈએ.