આ યુવતી સાથે થઈ ગયો દાવ, સેક્સ દરમિયાન ભૂલથી દબાઈ ગયું Live બટન - Sandesh
  • Home
  • World
  • આ યુવતી સાથે થઈ ગયો દાવ, સેક્સ દરમિયાન ભૂલથી દબાઈ ગયું Live બટન

આ યુવતી સાથે થઈ ગયો દાવ, સેક્સ દરમિયાન ભૂલથી દબાઈ ગયું Live બટન

 | 10:35 pm IST

ફોનનું Live બટન ભૂલથી દબાઈ જતા એક યુવતીની સેક્સ દરમિયાનની પળો સોશિયલ મીડિયામાં લાઈવ થઈ ગઈ હતી. ત્રણ મીનિટ સુધી ચાલેલા આ લાઈવ દરમિયાન 14 હજાર ફોલોઅર્સ પણ ઓનલાઈન હતા. તેઓ પણ તેની લાઈવ પોસ્ટમાં પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. પરંતુ યુવતી અને તેના બોયફ્રેન્ડને આ બાબતે પાછળથી ખબર પડી હતી.

ઘટના કેનેડાના ઓંતારિયોની છે. અહીંયાની 18 વર્ષની ક્રિસ્ટન હૈંચર પરિવાર સાથે રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયોને લઈને ખૂબ જાણીતી છે. લગભગ 40 લાખ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. હાલમાં જ તે પોતાના બોયફ્રેન્ડ એન્ડ્રૂ જ્રોજરી સાથે હતી. તે બંને અંગતપળો માણી રહ્યા હતા, તે દરમિયાન જ મોબાઈલ પર ભૂલથી એક બટન દબાઈ ગયું. જોકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ફીચર એક્ટિવેટ હતું, તેના કારણે તે બંને લાઈવ થઈ ગયા હતા. આમ કોમેન્ટ્સનો જાણે વરસાદ થઈ ગયો હતો.

સારી વાત એ રહી કે ફોનનો કેમેરા તે બંનેથી થોડો દૂર હતો અને તેમની આગળ અંધારૂ હતું. જેના કારણે તેમની અંગતપળોના દ્રશ્યો વાયરલ થતાં બચી ગયા હતા. પરંતુ આ દરમિયન બેકગ્રાઉન્ડ અવાજ સંભળાઈ રહ્યો હતો. કેટલાક ફેન્સે પણ પોતાની કમેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો. લાઈવ દરમિયાન ફોલોઅર્સ તરફથી હૈંચર માટે તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી હતી.

હૈંચરે કહ્યું કે, જેણે મારૂ લાઈવ જોયું હું તેની માફી માંગુ છું. આવું જાણી-જોઈને નહોતું કરાયું. તમે તેને મગજમાંથી ડિલીટ કરી દો. તે ખૂબ જ શરમજનક અને અસહજ કરનાર ઘટના હતી. હૈંચર અને એન્ડ્રૂ લગભગ એક-દોઢ વર્ષથી સાથે રહે છે. આ પહેલીવાર નથી કે તે ફોલોઅર્સની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પહેલા જૂનમાં પણ યૂટ્યૂબર લેલે પોન્સ પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને ખોટું બોલવાનો આરોપ લાગ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે રૈંચરના વાળ કાપીને દાનમાં આપવાની વાત કરી હતી.