એક્સિડન્ટમાં બચ્યા, તો વીજ કરંટ લાગ્યો, વિચિત્ર અકસ્માતમાં 3ના મોત - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • એક્સિડન્ટમાં બચ્યા, તો વીજ કરંટ લાગ્યો, વિચિત્ર અકસ્માતમાં 3ના મોત

એક્સિડન્ટમાં બચ્યા, તો વીજ કરંટ લાગ્યો, વિચિત્ર અકસ્માતમાં 3ના મોત

 | 12:30 pm IST

ગુજરાતમાં આજે શુક્રવારે પણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. આજે તાપી, ભાવનગર અને મહેસાણામાં અકસ્માત સર્જાયા હતા. જેમાં તાપીનો અકસ્માત વિચિત્ર ઢબે સર્જાયો હતો. ત્રણેય અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા.

તાપીમાં અકસ્માત
તાપીમાં આજે વિચિત્ર ઢબે અકસ્માત સર્જાયો હતો. તાપીના સોનગઢના મેઢા ગામે એક ડમ્પર માટીમાં ફસાયું હતું. જેમાં અંદર બેસેલા લોકો પહેલા તો સલામત હતા, પરંતુ માટીમાં ફસાયેલું ડમ્પર વીજ તારને અડી ગયું હતું. જેને કારણે અંદર બેસેલા ત્રણેય શખ્સોનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. ડમ્પરના ડ્રાઈવર સહિત અંદર બેસેલા માતા-પિતાનું મોત નિપજ્યું હતું.

મહેસાણામાં અકસ્માત
મહેસાણાના મેઉ ગામમમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક શખ્સ પંકજ નાયકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક એક્ટિવ ચાલક મેઉ ગામનો રહેવાસી હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

ભાવનગરમાં અકસ્માત
ભાવનગરમાં તળાજા હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તથા અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.