to Art of Living, there can not be any perfect! astrology, spirituality
  • Home
  • Astrology
  • આર્ટ ઓફ લિવિંગ અનુસાર સંપૂર્ણ તો કોઇ હોઇ ન શકે!

આર્ટ ઓફ લિવિંગ અનુસાર સંપૂર્ણ તો કોઇ હોઇ ન શકે!

 | 10:00 am IST

જ્યારે પ્રેમનું જ પ્રભુત્વ હોય ત્યારે તમે કોઈપણ ગેરસમજ માટે જવાબદારી સ્વીકારી શકો છો. એકાદ ક્ષણ માટે તમે ઉપરથી આઘાત જરૂર દર્શાવો. પરંતુ જો આ આઘાત તમારા હૃદયમાં ન હોય તો જ તમે સંપૂર્ણ સ્વસ્થતા જાળવી શકો છો. તમે એવા સ્તરે પહોંચો છો જ્યાં બધા જ પ્રશ્રો અને વિખવાદો દૂર થઈ જાય છે અને કેવળ પ્રેમ જ દીધી ઊઠે છે.

સામાન્ય રીતે આપણે આપણાં વિખવાદોમાં એટલા માટે ફસાઈ જઈએ છીએ કે આપણે પોતાને જ સમજી નથી શક્તા. પ્રેમને નામે આપણે અન્ય વ્યક્તિ પર નિયંત્રણ કરવાનો એને પટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ તો સ્વાભાવિક જ છે કે જ્યારે આપણે કોઈને ચાહીએ છીએ ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે તેઓ સંપૂર્ણ હોય. સંપૂર્ણ તો કોઈ હોઈ ન શકે એટલે આપણે તેને સંપૂર્ણ બનાવવા પ્રયત્ન કરીએ છીએ.

તમે ઊંચી ટેકરી પરથી નીચે તળેટીના ખાડાઓ જોઈ ન શકો. વિમાનમાંથી નીચે પૃથ્વી એકદમ જ સપાટ જણાય છે. તે જ પ્રમાણે ચેતનાના ઊંચા સ્તરેથી તમે અન્યોના દોષોને જોતા નથી. પરંતુ જ્યારે તમે જમીન પર આવી જાઓ તો બધા જ ખાડા-ટેકરા દેખાવા લાગે છે. જ્યારે તમે આ ખાડાઓ ભરવા માંગતા હો, તો તમારે એમને જોવા તો પડે જ. તમે ત્યાં આકાશમાં રહ્યા તો જમીન પર ઘર ન જ બાંધી શકો. તમે ખાડાઓને જોયા વગર તો હળ ન જ ચલાવી શકો, કે ન તેમને પૂરી શકો અને તેમાંના કાંકરાઓ દૂર કરી શકો.

એ જ કારણ છે કે જ્યારે તમે કોઈને ચાહો ત્યારે તેમની નજીક હો છો અને તમને એમના દોષો દેખાય છે. પરંતુ દોષો જોવાથી પ્રેમ નાશ પામે છે અને દોષો દૂર કરવા મદદ કરવાને બદલે આપણે ત્યાંથી ભાગી છૂટીએ છીએ. તમે જ્યારે કોઈને ચાહો છો અને તેમના દોષ જોઈ શકો છો. તો તેમની સાથે જ રહો, તેમને તેમના દોષો દૂર કરવામાં મદદ કરો. એ જ ડહાપણ છે.

તમે કોઈને શા માટે ચાહો છો? શું એ એમના ગુણોને કારણે છે કે સગપણના ભાવ કે આત્મિત્યાને કારણે છે? કોઈપણ સગપણના ભાવ વિના તમે કોઈકને તેમના ગુણોને કારણે ચાહી શકો છો. પરંતુ આ પ્રકારનો પ્રેમ ઈર્ષ્યા અને હરિફાઈ ઊભી કરે છે. જ્યારે પ્રેમ સગપણને કારણે હોય ત્યારે આવું થતું નથી.

જો તમે કોઈને એમના ગુણોને કારણે ચાહતા હો, તો જ્યારે એ ગુણો બદલાય અથવા તમે એ ગુણોથી ટેવાઈ જાય (કંટાળી જાવ) ત્યારે તમારા પ્રેમમાં પણ ફેરફાર થાય છે. પરંતુ, જયારે તમે કોઈને સગપણને કારણે ચાહતા હો ત્યારે પ્રેમ જીવનભર ટકે છે કારણ તેઓ તમારા પોતાનાં (સગાં) હોય છે.

લોકો કહે છે, ‘હું પ્રભુને ચાહું છું, કારણ એ મહાન છે.’ જો પ્રભુ મારા તમારા જેવો સાવ સામાન્ય જ નીકળ્યો તો શું થાય? તો તમારો પ્રેમ અને પ્રભુ બંને સંકેલાય જાય. જો તમે પ્રભુને એટલા માટે ચાહો કે એ તમારો પોતાનો છે, તો પછી એ પ્રભુને, ભલે પછી એ તમને ઉત્પન્ન કરે કે તમારો નાશ કરે, તમે એને ચાહતા જ રહેશો. સગા માટેનો પ્રેમ એ તમારા પોતા માટેના પ્રેમ જેવો જ છે.

પ્રશ્ન : કેમ ઘણા લોકોને સ્વ માટે જ પ્રેમ નથી?

ના. એનાથી સાવ ઊંધું છે. તેઓ પોતાને એટલું બધું ચાહે છે કે તેમને સ્વ માટે સારા ગુણોની ઈચ્છાઓ હોય છે. તે જેવા છે તેના કરતાં પણ સારા દેખાવા ઈચ્છે છે. આ સારા ગુણો માટેનો પ્રેમ અને તે માટેની ઈચ્છા જ તેમને માટે બોજારૂપ છે. જો પ્રેમ વ્યક્તિના ગુણો પર આધારિત હોય તો એ પ્રેમ સ્થાયી નથી હોતો, થોડા સમય બાદ ગુણો બદલાય છે અને પ્રેમ ઘસાવા માંડે છે. કોઈકને તેમની મહાનતા અને અજોડતા માટે ચાહવું એ સૌથી નિમ્ન કક્ષાનો પ્રેમ છે. કોઈને માત્ર તમારા આત્મીય છે તે કારણે ચાહવું, પછી તે મહાન હોય કે ન હોય, તે જ બિનશરતી પ્રેમ છે.

આર્ટ ઓફ લિવિંગ :- શ્રી શ્રી રવિશંકર

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન