According to astrologers, the effect of Corona will last until the end of November
  • Home
  • Astrology
  • જ્યોતિષિઓના મતે કોરોનાની અસર હજુ કેટલા મહિના રહેશે? રાહુ-કેતુ ઊંધી દિશામાં ચાલે છે, હવેના 65 દિવસ મહત્વના…

જ્યોતિષિઓના મતે કોરોનાની અસર હજુ કેટલા મહિના રહેશે? રાહુ-કેતુ ઊંધી દિશામાં ચાલે છે, હવેના 65 દિવસ મહત્વના…

 | 7:29 am IST

રાહુ-કેતુુ ઊંધી દિશામાં ચાલે છે, હવેના ૬૫ દિવસ મહત્વના…. ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો-આંખો રાહુ પ્રધાન હોઇ ચૂંટણીમાં જીતવાના ચાન્સ વધુ…

જ્યોતિષની નજરે કોરોનાના કેસ નવેમ્બરના અંતિમ ચરણ સુધી વર્તાશે. જે સાથે  જન આરોગ્ય(રાજકિય આરોગ્ય), રાજકિય પુરુષોની વિચાર સરણી  બગડેલી(નેગેટિવ)રહેશે. જેથી તા.૨૩મી સપ્ટેમ્બર પછીના ૬૫ દિવસ  શાંતિપૂર્ણ પસાર કરવા પડશે.અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોઇ ગરબડ નહિં થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને જીતવાના ચાન્સ વધુ છે. જેના અંતર્ગત કારણોમાં ટ્રમ્પનો ચહેરો અને આંખો રાહુ પ્રધાન છે.

જ્યોતિષાચાર્ય કિરીટ જાનીએ જણાવ્યુ  હતુ કે તા.૨૩મી સપ્ટેમ્બરના રોજ રાહુ વૃષભમાં જ્યારે કેતુ વૃિૃક રાશીમાં પ્રવેશ્યો છે. જે ૧૮ મહિના સુધી આ રાશીમાં જ રહેશે. રાહુ મિથુન રાશીમાંથી વૃષભમાં પ્રવેશ્યો છે. સૂર્ય-પૃથ્વી-ચન્દ્રના છેદનબિંદુએ રાહુ-કેતુ પડછાયો છે. બધાજ ગ્રહો સિધા ચાલે છે માત્ર રાહુ-કેતુુ ઊંધી દિશામાં ચાલે છે. શાસ્ત્રોમાં પરાશર મુનિએ મિથુન રાશીના રાહુને શક્તિશાળી માની ઉચ્ચનો કહ્યો છે.

જ્યારે દક્ષિણ ભારતના જ્યોતિષશાસ્ત્ર(નાળીશાસ્ત્ર)મુજબ વૃષભ રાશીમાં રાહુ ઉચ્ચ બને છે પરંતુ વાસ્તવમાં એવું નથી. કારણ કે કાલપુરુષની કુંડળીમાં બીજો ભાવ(વૃષભ રાશી)એ મારક સ્થાન છે. જ્યારે ૮મી રાશી મૃત્યુ સ્થાન(વૃિૃક)ની છે. મારક સ્થાનમાં રાહુ(પાપગ્રહ)આવે તો શુભ ફળ નથી આપતો.

રાહુએ તા.૨૩મી સપ્ટેમ્બરે રાશી બદલતા પહેલાના ૬૫ દિવસ પોતાની તિવ્ર અસર દેખાડી હતી. જે રાશી બદલ્યા પછીના ૬૫ દિવસ પણ તિવ્ર અસર દેખાડશે. જેથી કોરોનાના કેસ નવેમ્બરના અંતિમ ચરણ સુધી વર્તાશે. જે સાથે જન આરોગ્ય(રાજકિય આરોગ્ય), રાજકિય પુરુષોની વિચાર સરણી બગડેલી(નેગેટિવ)રહેશે. જેથી તા.૨૩મી સપ્ટેમ્બર પછીના ૬૫ દિવસ શાંતિપૂર્ણ પસાર કરવા પડશે.

સરહદો પર યુધ્ધના છમકલા પણ જારી રહેશે. રાહુની અસર કેટલાક મુસ્લિમ દેશો, યુ.એસ.એ, કેનેડા તેમજ ઓસ્ટ્રેલિયામાં વધુ વર્તાશે. ખાસ કરીને તા.૩જી નવેમ્બરના રોજ યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોઇ ગરબડ નહિં થાય તો ડોનાલ્ડ ટ્રમ્પને જીતવાના ચાન્સ વધુ છે. જેના અંતર્ગત કારણોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો અને આંખો રાહુ પ્રધાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન