According to astrology, if Shani is unfavorable, mental pain comes
  • Home
  • Supplements
  • Nakshatra
  • ન્યાયાધીશ દેવતા શનિ ગ્રહની પ્રસન્નતા માટે આટલું કરો

ન્યાયાધીશ દેવતા શનિ ગ્રહની પ્રસન્નતા માટે આટલું કરો

 | 10:09 am IST
  • Share

  • શનિ ગ્રહ પ્રતિકૂળ હોય તો માનસિક દુઃખ આવે છે

  • મનની કષ્ટ-પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે એકટાણું કરવું

  • કપાળમાં ભસ્મ તિલક કરવાથી શનિ મહારાજ પ્રસન્ન રહે છે

નવગ્રહમાં સાતમું સ્થાન શનિ મહારાજનું સ્થાન છે. શનિ ગ્રહદેવતા ન્યાયના દેવતા કહેવાય છે. તેનો ન્યાય અતિ કઠોર પણ હોય છે. વાહન ગીધ છે. લોઢાના રથ ઉપર સવાર થાય છે. એક એક રાશિમાં 30-30 માસ રહે છે. મકર અને કુંભ રાશિના સ્વામી છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ પ્રતિકૂળ હોય તો માનસિક દુઃખ આવે છે. ક્લેશ થાય છે. કાર્યનો નાશ થાય છે. ખાસ કરીને જાતક જ્યારે અઢી વર્ષની પનોતી તથા સાડાસાતી પનોતીના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે ઘણીબધી પીડામાંથી પસાર થાય છે. આ માટે અનેક ઉપાયો શાસ્ત્રમાં વર્ણિત છે. જેનાથી શનિ ગ્રહની પ્રસન્નતા મેળવી શકાય છે.

શનિ ગ્રહની પ્રસન્નતા હેતુ ઉપાયો

જાતકે સવારમાં નાહવાના પાણીમાં કાળા તલ નાખીને નહાવું. વિશેષમાં તે દિવસે ભૂરાં કે કાળાં રંગનાં વસ્ત્ર ધારણ કરવાથી શનિ મહારાજની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. જો આ રંગનાં વસ્ત્ર ઉપલબ્ધ ન હોય તો ખિસ્સામાં જાંબલી, ભૂરો, રૂમાલ પણ રાખી શકાય. તદુપરાંત ખિસ્સામાં કાળા અડદના 21 દાણા રાખવાથી તેમજ ઘરની બહાર નીકળતા સમયે અડદની દાળ ખાઈને નીકળવાથી શનિ ગ્રહની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. તે દિવસે કપાળમાં ભસ્મ તિલક કરવાથી શનિ મહારાજ પ્રસન્ન રહે છે.

જાતકે શરીર તથા મનની કષ્ટ-પીડામાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે એકટાણું કરવું. શક્ય હોય તો રાત્રિના એક સમયે જમીને એકટાણું કરવું. એકટાણું કરતાં પહેલાં કાળા અડદ અથવા અડદની ચીજવસ્તુ ખાઈને એકટાણું જમવું.

હનુમાનજી અથવા શનિદેવના મંદિરે જઈ હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવવું. ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો. શનિ દેવને કાળા તલનું તેલ, કાળાં વસ્ત્ર તથા અડદ અર્પણ કરવાં તેમજ હનુમાનજીને 21 અડદના દાણા ચરણોમાં ચડાવવા. લવિંગની માળા તૈયાર કરી ધરાવવી. હનુમાનજીને આકડાની માળા અવશ્ય ચડાવવી. વિશેષમાં સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ તથા બજરંગબાણ સ્તોત્રનું પઠન અવશ્ય શાંતિ આપે છે.

શનિ ગ્રહની બાબતમાં સૌથી મોટી વાત કે, શનિદેવ ન્યાયના દેવતા છે. જેથી જાતક પોતાના જીવનમાં હંમેશાં ન્યાયિક રીતે વર્તે, અનીતિથી દૂર રહે અને હંમેશાં નીતિનું પાલન કરે તો આપોઆપ શનિ દેવતા જાતક ઉપર અતિ પ્રસન્ન થાય છે.

શનિ ગ્રહના દાન

જાતકે શનિ ગ્રહની પ્રસન્નતા માટે ગરીબોને કે જરૂરિયાતમંદોને, કાળા તલ, કાળા અડદ, ભેંસ, કાળી ગાય, લીંબુ, તેલ, કાળાં વસ્ત્ર, નીલમ, ચંપલ, કસ્તુરી તથા સુવર્ણ દાનમાં આપવું જોઈએ.

શનિ ગ્રહને પ્રસન્ન કરનાર મંત્રો

પૌરાણિક મંત્ર :               

નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્। 

છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્।। 

બીજ મંત્ર :

ઁ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનેૃરાય નમઃ

સામાન્ય મંત્ર

ઁ શં શનૈૃરાય નમઃ।

જાતક સંધ્યાકાળે ઉપરમાંથી કોઈપણ એક મંત્રના 23000ની સંખ્યામાં પાઠ કરે અને નીલમ ધારણ કરે તો શનિ દેવ ચોક્કસ પ્રસન્ન થાય છે. આ શનિ રાજાને રંક તથા રંકને રાજા બનાવી શકે છે.       – જ્યોતિન્દ્ર કે.અજવાળિયા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો