according to astrology know vish yog in Horoscope
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • કુંડળીમાં જો હોય વિષયોગ જીવનભર કષ્ટ આપે, જાતક હંમેશા નસીબને દોષ આપે

કુંડળીમાં જો હોય વિષયોગ જીવનભર કષ્ટ આપે, જાતક હંમેશા નસીબને દોષ આપે

 | 8:34 am IST
  • Share

ગ્રહોની ગતિ અને લીલા ન્યારી છે જો તે સવળા ઊતરે તો જીવનમાં ખુશી જ ખુશી અને અવળા ઊતરે તો જીવવુ હરામ કરે છે. આપણે જ્યોતિષીના મુખે સાંભળતા હોઇએ છીએ કે તમારો સૂર્ય ઉચ્ચનો છે એટલે તમને નામના મળશે પણ જો ઉચ્ચના સૂર્ય સાથે શનિ જોડાય તો જાતકના હાલહવાલ અતિ બૂરા થાય, કારણ કે અહીં બળવાન સૂર્ય સાથે નિર્બળ અને નીચનો શનિ જોડાયો. અલબત્ત અહીં નીચ ભંગ રાજયોગનો લાભ મળવો જોઇએ, પરંતુ સૂર્ય અને શનિ પરમ શત્રુ હોઇ આ વ્યાખ્યામાંથી તમે બાકાત થઇ જાઓ છો.

આમ કુંડળીનો એક બળવાન ગ્રહ અભિમન્યુ જેવો છે અને જો ખરાબ ગ્રહની યુતિમાં આવે તો શિખંડી જેવો થઇ જાય. આમ યુતિનાં ફળ નોખાં અનોખાં અને ગૂઢ હોય છે.

કુંડળીમાં વિષયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શનિ અને ચંદ્ર સાથે બેઠા હોય તો વિષયોગની રચના થાય છે. શનિ અને ગુરુની પ્રતિયુતિ થતાં જાતક પોતાની જાતને વધુ હોશિયાર માની લે છે અને પડશે તેવા દેવાશેની વૃત્તિ રાખી પોતાની શક્તિઓ વિશે મનમાં મોટો ફાંકો રાખીને ચાલતા હોય છે. આવા જાતકો જ્યારે નિષ્ફળ જાય ત્યારે સફળતા પોતાનાથી માત્ર હાથ વેત છેટી જ હતી એવી મિથ્યા દલીલ કરતાં હોય છે. અંતે નસીબને દોષ આપે છે.

ચંદ્ર-શનિની આ યુતિ એટલે કે વિષયોગ જાતકને ધનનું સુખ આપે છે નામ આપે છે, પણ અતિ નિર્બળ મન આપે છે જેના કારણે આવા જાતકો મનથી કપટી અને આપઘાતની મનોવૃત્તિવાળા હોય છે. આ યુતિ નામ અને નામની દૃષ્ટિએ આશીર્વાદ રૂપ, પરંતુ ચંદ્ર સાથે શનિ ભળતા આ યોગ વિષયોગ બની જાય છે. આ પ્રકારની યુતિ ધરાવતા જાતકો જીવનમાં એકવાર તો અવશ્ય આપઘાતની કોશિશ કરે છે.

જે જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી તેની અશુભ અસર ચાલુ રાખે છે. જો આ યોગ દરમિયાન જન્મેલા જાતક જો કોઇનુ સારૂ કરે તો પણ અપયશ મળે છે. આ યોગના કારણે તેના પોતાના અંગત મિત્રો દ્વારા છેતરવામાં આવે છે.

તે જે પણ વ્યક્તિની સહાય કરે છે તેનાથી તેને અપયશ મળે છે. આર્થિક, માનસિક અને શારીરિક રૂપથી હેરાન થાય છે. આ યોગ જો કોઇ મહિલાની કુંડળીમાં રચાય તો તેને ભારે સંઘર્ષ કરવો પડે છે. પુત્રની કુંડળીમાં આ યોગ હોય તો જન્મ આપતાની સાથે જ માતાનું મૃત્યુ થાય છે.

આ વીડિયો જુઓ: મહેસાણાના કડી તાલુકામાં સ્થાપિત રામજી મંદિરના કરો દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન