surya can help to achieve fame and good luck according to astrology
  • Home
  • Astrology
  • જાગૃત દેવ સૂર્ય નારાયણની ઉપાસના આપે છે માન-સન્માન, કરો આ ઉપાય

જાગૃત દેવ સૂર્ય નારાયણની ઉપાસના આપે છે માન-સન્માન, કરો આ ઉપાય

 | 8:35 am IST

સૂર્ય આપણા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે. સૂર્યની તપસ્યાથી સ્વાસ્થ્ય મળે છે. સૂર્યની ઉપાસનાથી વ્યક્તિને પ્રતિષ્ઠા, યશ, કિર્તિ પ્રાપ્ત થાય છે. સૂર્ય નબળો હોવાથી વ્યક્તિનું તેજ સમાપ્ત થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ખુબજ મુશ્કેલીઓ આવે છે. નાની મોટી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.

સૂર્યની કૃપા મેળવવા કરો આ સાધના
હંમેશા તાજુ ભોજન ગ્રહણ કરો. સૂર્યાસ્ત પછી ભારે ભોજન ખાવાનું ત્યજો. જમવામાં ગોળનો પ્રયોગ કરો. દલિયા અને ઘંઉનો પ્રયોગ કરો. ત્રાંબાના પાત્રમાં જળ ભરીને તેનો વપરાશ કરો.

સૂર્યને વ્યવહારથી કેવી રીતે મજબૂત કરી શકાય?
પોતાનાથી મોટી ઉંમરના લોકો સાથે સારો વ્યવહાર કરો. માતા પિતાનું સન્માન કરો. કોઈ પણ મદદ માંગે તો ક્યારેય તેને નિરાશ ન કરો. ઘરમાં રહેલા ફૂલ છોડને સુકાવા ન દો. ઘરેથી નીકળો ત્યારે ગોળ ખાઈને નિકળો.

સૂર્યને મજબૂત કરવાના બીજા સરળ ઉપાય
લાકડાનું ફર્નીચર વાપરો. એવા ઘરમાં રહો જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય. ત્રાંબુ ધારણ કરો. એક લાલ રંગનો રૂમાલ સાથે રાખો, ઘરમાં કોઇ વેલને રાખો. ભગવાન સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. રોજ સવારમાં સૂર્યનારાયણ દેવ આકાશમાં પોતાના પ્રકાશનો ઉજાસ પાથરે એટલે સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે આપણા દિવસની શરૂઆત થાય છે.

પ્રાચીન સમયના લોકો રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન આદી કાર્ય પૂર્ણ કરીને જેવો સૂર્યોદય થાય કે તરત જ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા અને કહેતા હે સુરજ નારાયણ! અમારી લાજ રાખજે.

“ભલે ઉગ્યા ભાણ ભાણ તીહારા લઉ ભામણા,
જીયણ મરણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાવત”

ભગવાન સૂર્યને પ્રાર્થના કરતા તે લોકો કહેતા હે સુરજ નારાયણ અમારે સંપત્તિ, સંતતિ કે ધન-વૈભવ નથી જોઈતો પરંતુ હે સુર્ય દેવ.જ્યા સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જગતના ચોકમાં અમારી આબરૂને અકબંધ રાખજો. આજે પણ જો કોઈ સાચા મનથી ભગવાનને યાદ કરે તો ભાસ્કર જરૂરથી તેમની મનોકામના પૂર્ણ કરે છે. તો સૂર્ય ઉપાસના કરી તમે પણ ભગવાનની મેળવી લો કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન