this Effective Remedies to become rich according to astrology
  • Home
  • Astrology
  • ધન પ્રાપ્તિના આ છે ચમત્કારિક ઉપાય, આ પ્રયોગ કરવાથી બની જશો ધનવાન

ધન પ્રાપ્તિના આ છે ચમત્કારિક ઉપાય, આ પ્રયોગ કરવાથી બની જશો ધનવાન

 | 2:57 pm IST

ધન પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ભરપૂર પ્રયત્નો કરે છે. ઘણીવાર અનેક પ્રયત્નો પછી પણ ધન લાભ થતો નથી. આ સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રના આ અચૂક ઉપાયો કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ પણ જણાવે છે કે આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો વ્યક્તિ માલામાલ થઈ શકે છે.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ભૌતિક સુખને પામવા આતુર છે. સુખ-સમૃદ્ધિની એક નહીં અનેક વસ્તુઓ પામવાની ઈચ્છા વ્યક્તિને થાય છે. પરીવારના સભ્યો સાથે સુખ-શાંતિથી જીવન પસાર કરવા માટે આર્થિક સ્થિતી સદ્ધર હોવી પણ જરૂરી છે. પરંતુ તેમાં પણ નસીબનો સાથ જરૂરી હોય છે.

જો કે મોટા ભાગના લોકોની ફરીયાદ હોય છે કે અનેક પ્રયત્નો કરવા છતાં તેમને સફળતા મળતી નથી. આવા લોકો પથ્થર એટલા પ્રભુ કરીને પૂજે છે, બાધા-આખડી રાખે છે, રત્ન ધારણ કરે છે પણ પરીણામ શૂન્ય રહે છે. આ સ્થિતિમાં વ્યક્તિને જરૂર હોય છે એક એવા ઉપાયની જે 100% ફળ આપે.

જ્યારે દરેક પ્રયત્ન કર્યા પછી પણ વ્યક્તિને ફળ ન મળતું હોય તો આ ઉપાય અજમાવવો. આ ઉપાય કરવાથી ભાગ્ય પરીવર્તન થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. આ ઉપાય કરવા માટે કોઈ પૂજા-પાઠ કે મંત્રના જાપ કરવાના નથી. જાણી લો કયો છે આ સરળ પણ સચોટ પરીણામ આપતો ઉપાય.

એક બીલીપત્ર લેવું, તેના ત્રણેય પાન પર કંકુથી પોતાનું નામ લખવું. આ પાનને તેને એક ડબ્બામાં મૂકવું અને તેના પર મધની ધાર કરવી. મધ ત્યાં સુધી રેડવું જ્યાં સુધી બીલીપત્ર ડૂબી ન જાય. આ ડબ્બાને બંધ કરી અને તેને કોઈ એવા સ્થાન પર મૂકવો જ્યાં રોજ દીવો અને અગરબત્તી કરી શકાય. આ દીવો અગિયાર દિવસ સુધી કરવો. શ્રદ્ધાથી આ પ્રયોગ કરનારના જીવનમાં પરીવર્તન ચોક્કસથી આવે છે.

સૌથી પહેલા તો ઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે.

ઘરના મુખ્ય દરવાજા પાસે દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો કરવો, શક્ય હોય તો પીપળા પર પણ દીવો કરી ત્રણ પરીક્રમા કરવી. મંદિરમાં જ્યારે પણ દીવો કરો ત્યારે તેમાં નાડાછડી પધરાવવી, તેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય છે. ક્ષમતા અનુસાર કોઈ વસ્તુનું દાન અવશ્ય કરવું.

મંગળવાર, શનિવાર અને ગુરુવારે છાણા પર લોબાન અને ગુગળનો ધૂપ કરવો. ઘરમાં આવતાં ધનમાંથી સૌથી પહેલા થોડી રકમ પૂજા માટે અલગથી રાખવી. શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈનો ભોગ અવશ્ય ધરાવવો. સાત દિવસ સુધી શ્રી લક્ષ્મી સ્તવનો પાઠ કરવો.

આ Video જુઓ: તુલસી નામાષ્ટકનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન