according to astrology twelve mukhi rudraksha beads benefits
  • Home
  • Astrology
  • 12 મુખી રૂદ્રાક્ષના છે ચમત્કારિક લાભ, ધારણ કરશો તો થશે ફાયદો

12 મુખી રૂદ્રાક્ષના છે ચમત્કારિક લાભ, ધારણ કરશો તો થશે ફાયદો

 | 4:38 pm IST

શિવ એક એવી શક્તિ છે, જે સૌનું કલ્યાણ કરે છે. શિવ સંહારક પણ છે અને સાધક પણ છે. શિવ વિના સંસાર અધૂરો છે, આજે આપણે 12 મુખી રૂદ્રાક્ષ અંગે જાણીશુ. 12 મુખી રૂદ્રાક્ષ સાક્ષાત દેવ વિશ્વેશ્વર છે. આ રૂદ્રાક્ષમાં દ્વાદશ સૂર્યની શક્તિનો વાસ છે. આને ધારણ કરવાથી ખુબજ લાભ થાય છે.

રૂદ્રાક્ષ વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ. ભગવાન શિવ રૂદ્રાક્ષને આભૂષણ સ્વરૂપ પહેરે છે. શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષના 14 પ્રકાર જણાવવામાં આવ્યાં છે. એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરનાર ક્યારેય ગરીબ બનતો નથી એવું શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આજે તમને રૂદ્રાક્ષના પ્રકાર તથા તેની સાથે જોડાયેલી થોડી ખાસ વાતો જણાવી રહ્યા છીએ.

રૂદ્રાક્ષને આકારના હિસાબે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યાં છે

1.ઉત્તમ શ્રેણી જે રૂદ્રાક્ષ આકારમાં આમળાના ફળ બરાબર હોય તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
2.મધ્યમ શ્રેણી જે રૂદ્રાક્ષનો આકાર બોરના ફળ સમાન હોય તે મધ્યમ શ્રેણીમાં આવે છે.
3.નિમ્ન શ્રેણી ચણા બરાબર આકારવાળા રૂદ્રાક્ષને નિમ્ન શ્રેણીમાં ગણવામાં આવે છે.

રૂદ્રાક્ષના પ્રકાર

1 મુખી રૂદ્રાક્ષ
આ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. જ્યાં તેની પૂજા થાય છે ત્યાંથી લક્ષ્મી જતી નથી એટલે જ તેને ધારણ કરનાર ક્યારેય ગરીબ થતો નથી.
2 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાત્ર દેવ દેવેશ્વર કહેવાય છે. જે વ્યક્તિ ધારણ કરે છે એમની દરેક મનોકામના પૂરી થાય છે.
3 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ સફળતા અપાવે છે અને વિદ્યા પ્રાપ્તી માટે આ રૂદ્રાક્ષ ખૂબ જ જરૂરી છે.
4 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન તથા સ્પર્શથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
5 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ કાલાગ્નિ રૂદ્ર સ્વરૂપ છે. તે બધું જ કરવામાં સમર્થ છે. એને પહેરવાથી અદભુત માનસિક શક્તિનો વિકાસ થાય છે.
6 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ ધારણ કરે છે તેના બધા પાપ નષ્ટ થઇ જાય છે.
7 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ અનંગ નામથી જાણીતો છે. શિવપુરાણ પ્રમાણે જો ગરીબ પણ તેને વિધિપૂર્વક ધારણ કરે તો તે પણ ધનવાન થઇ જાય છે.
8 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવસ્વરૂપ છે. તેને ધારણ કરનાર વ્યક્તિ અકાળ મૃત્યુના ભયથી મુક્ત થાય છે.
9 મુખી રૂ્દ્રાક્ષ
આ રૂદ્રાક્ષને ભૈરવ અને કપિલમુનિનું પ્રતિક માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી ગુસ્સા પર નિયંત્રણ રાખી શકાય છે.
11 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ રૂદ્ર સ્વરૂપ હોય છે. તેને ધારણ કરનાર વિજયી બને છે. એટલે કે તેનો કોઇ પણ ક્ષેત્રમાં પરાજય થતો નથી.
12 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી તેમના જીવનમં ક્યારેય સન્માન પૈસા કે અન્ય વસ્તુમાં કમી આવતી નથી.
13 મુખી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ વિશ્વદેવોનું સ્વરૂપ છે. તેને ધારણ કરનાર વ્યક્તિ સૌભાગ્ય અને મંગળ લાભ પ્રાપ્ત કરે છે.
14 મુકી રૂદ્રાક્ષ
આ રૂદ્રાક્ષ પરમ શિવસ્વરૂપ છે. શિવપુરાણ પ્રમાણે તેને ધારણ કરવાથી બધા જ પાપનો નાશ થઇ જાય છે.

બારમુખી રૂદ્રાક્ષને ધારણ કરવાથી શરીરના પ્રત્યેક પ્રકારના ચામડીના રોગ કોઢ રક્ત વિહાર નાશ પામે છે. સૂર્ય તેમજ રાહુના દુષ્પ્રભાવથી બચવા માટે બાર મુખી રૂદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. મકર અને કુંભ રાશિના જાતકો માટે આ શ્રેષ્ઠ છે.

આ રીતે કરો ધારણ

રવિવારના દિવસે શુભ ચોઘડીયે પુષ્પ નક્ષત્ર અથવા મધ્યકાળે તામ્રપત્રમાં રોલીથી એક વૃત બનાવી લાલ ફુલ રાખી તેના ઉપર બારમુખ વાળો રૂદ્રાક્ષ રાખી દેવો. હાથમાં ગુલાલ વાળા અક્ષત લઈને સૂર્ય ભગવાનનું ધ્યાન ધરો.

ધ્યાન કરીને આ મંત્રોનો જાપ કરો

1- ऊॅ विभाय नमः

2- ऊॅ रवये नमः

3- ऊॅ सूर्याय नमः

4- ऊॅ भानवे नमः

5- ऊॅ खगाय नमः

6- ऊॅ पूष्णे नमः

7- ऊॅ हिरण्यगर्भाय नमः

8- ऊॅ मरीचये नमः

9- ऊॅ आदित्य नमः

10- ऊॅ सावित्रे नमः

 11- ऊॅ अर्काय नमः

 12- ऊॅ भास्कराय नमः।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન