according to palmistry know about your Love life and your fortune
  • Home
  • Astrology
  • જો તમારી હથેળીમાં હશે આવી રેખા તો થશે તમારા લવ મેરેજ

જો તમારી હથેળીમાં હશે આવી રેખા તો થશે તમારા લવ મેરેજ

 | 4:53 pm IST

આપણે ત્યાં સમુદ્રશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યુ છે કે હાથ પર રહેલી રેખાઓથી જીવનમાં શું થાય છે? તમારા વ્યક્તિત્વથી લઈને તમારા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનને દર્શાવે છે હસ્તરેખાઓ. હાથની રેખાઓ એવી હોય છે જે વ્યક્તિના લવ અફેર વિશે બતાવી શકે છે.

હથેળી પર રેખાની આ સ્થિતિ સમગ્ર જીવનમાં થનારા તમારા લવ અફેરની માહિતી આપી શકે છે. લગ્નની રેખા કે પછી લવ લાઈન સૌથી નાની આંગળીના નીચેના ભાગમાં આડી હોય છે અને તેનો નાનો મોટો આકાર તમારા જીવનને પ્રભાવિત કરે છે. તમારા લવ મેરેજ થવાના હોય તો પણ તમારી હથેળીમાં આવેલી લવ લાઈનથી જાણી શકશો.

હથેળીમાં રહેલ જો હ્રદય રેખા નાની હોય
જો હ્રદય રેખા નાની હોય અને તે માત્ર મધ્ય આંગળી સુધી જ પહોંચી શકતી હોય તો તે જણાવે છે કે તમે આત્મકેન્દ્રિત, ક્રૂર અને નિમ્ન વિચારો ધરાવતા વ્યક્તિ છો. તમારી લવ લાઈફ સારી નહિ રહે અને અંતમાં તમે એકલા રહી જશો.

હથેળીમાં રહેલ લવ લાઈન લાંબી હોય
જો તમારી લવ લાઈન હોય ઘણી લાંબી જો તમારી હ્રદય રેખા કે લવ લાઈન ઘણી લાંબી હોય અને હથેળીના બંને છેડા સુધી પહોંચતી હોય તો એ જણાવે છે કે તમે સીધા સાદા વ્યક્તિ છો. તમને શૉર્ટકટ્સ લેવાનુ પસંદ નથી. તમારો નેચર રોમેન્ટિક છે અને પોતાના પાર્ટનરના કહેવા અનુસાર ચાલવામાં તમને મુશ્કેલી નથી. તમે પોતાના રિલેશનશીપ માટે ઘણા વફાદાર છો. વળી, બીજી તરફ પ્રેમ તમારી નબળાઈ છે આના કારણે તમને તૂટેલા સંબંધોમાંથી બહાર આવવામાં ઘણી મુશ્કેલી થાય છે.

લવ લાઈન ગુરુ પર્વત પર પહોંચીને થઈ રહી હોય ખતમ
જો તમારી હથેળીની લવ લાઈન ગુરુ પર્વત પર ખતમ થતી હોય તો એ સંકેત છે કે તમને ભરપૂર પ્રેમ મળશે. તમને તમારા લવ અફેરથી બહુ વધુ અપેક્ષા છે.તમારા સો ટકા લવ મેરેજ થશે.

જો લવ લાઈન ગુરુ પર્વત અને શનિ પર્વત વચ્ચે થાય ખતમ
જો તમારી હ્રદય રેખા ગુરુ પર્વત અને શનિ પર્વતની નીચે આવીને ખતમ થાય તો એ જણાવે છે કે તમારા જીવનમાં સાચ્ચા અને બહુ વધુ પ્રેમની કૃપા છે. તમે પોતાના રિલેશનશિપ માટે સમર્પિત છો જેના કારણે તમે ક્યાંક બીજી જગ્યાએ પ્રેમની શોધ નહિ કરો.

જો અંતમાં જઈને લવ લાઈન થઈ જાય અલગ
જો તમારી લવ લાઈન અંતમાં જઈને બે ભાગમમાં વહેંચાઈ જાય અને જો તે થોડી વળીને નીચેની તરફ આવે તો એ જણાવે છે કે તમે પોતાના રિલેશનશિપ માટે બધુ ન્યોછાવર કરવાની હિંમત રાખો છો.

જો લવ લાઈનના અંતમાં ત્રિશૂળ જેમ નીકળતી હોય ત્રણ રેખાઓ

જો તમારી લવ લાઈન અંત થવા પર ત્રણ રેખાઓ નીકળી રહી હોય તો એ જણાવે છેકે વ્યક્તિ શાંતિ અને સૌહાર્દમાં વિશ્વાસ રાખે છે. પરંતુ દૂર્ભાગ્યથી તમારી લવ લાઈફ સામાન્યથી થોડી મુશ્કેલ હશે.

આ Video જુઓ: શિવપ્રિય રુદ્રાક્ષથી કલ્યાણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન