according-to-the-nature-of-the-face massage and facial
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાની પ્રકૃતિ પ્રમાણે કરો ફેસિયલની પસંદગી

ચહેરાની પ્રકૃતિ પ્રમાણે કરો ફેસિયલની પસંદગી

 | 8:00 am IST

ફેશિયલથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચા ચમકી ઊઠે છે. ફેસિયલ ક્યારે અને કેટલા દિવસે કરાવવું જોઈએ તે તમારી ઉંમર પર નિર્ભર છે. જો તમારી ઉંમર ૨૦થી ૩૦ વર્ષની વચ્ચે હોય તો મહિનામાં એક વખત ફેસિયલ કરાવવું સલાહભર્યું છે. જો તમારી ઉંમર તેનાથી વધારે હોય તો દર ત્રણ અઠવાડિયે તમારે ફેસિયલ કરાવવું જોઈએ. જો તમને લાગે કે પંદર દિવસ પછી તમારી ત્વચા નિસ્તેજ બની ગઈ છે, તો તમે પંદર દિવસ પછી પણ ફેસિયલ કરાવી શકો છો.

કેવી રીતે કરવી ફેસિયલની પસંદગી?

હંમેશાં પાર્લરમાં જાતજાતનાં ફેસિયલ જોઈને તમે એ દ્વિધામાં પડી જતા હોવ છો કે મારે કયું ફેસિયલ કરાવવું જોઈએ. તો ચાલો, તમારી આ દ્વિધાનો પણ ઉકેલ લાવી દઈએ.

સામાન્ય અને સૂકી ત્વચા માટે

  • આલ્ફા હાઈડ્રોક્સી એસિડ ફેસિયલ : આ ફેસિયલ મૃત ત્વચાને કાઢીને નવી ઊર્જા ભરી દે છે. આ ફેસિયલ કરાવ્યા પછી ત્વચામાંથી શુષ્કતાપણું રહેતું નથી. સામાન્ય ત્વચાવાળી સ્ત્રીઓ પણ આ ફેસિયલ કરાવી શકે છે.
  • પ્લાન્ટ સ્ટેમ સેલ ફેસિયલ : આ ફેસિયલ કરાવવાથી મૃત કોષો નીકળી જાય છે અને નવી કોશિકાનો સંચાર થાય છે. ત્વચા તાજગીસભર દેખાય છે. આ ફેસિયલમાં તેનાં પાંદડાંના સ્ટેમ સેલથી ચહેરા પર મસાજ કરવામાં આવે છે, જેનાથી ચહેરાની જતી રહેલી ચમક ઝડપથી પાછી આવી જાય છે.

તૈલી ત્વચા માટે

ફ્રૂટ બાયોપીલ : તૈલી ત્વચા ધરાવતી મહિલાઓ માટે આ ફેસિયલ ઘણું યોગ્ય છે. તેમાં દરેક પ્રકારના ફળોના રસ ઉપરાંત પપૈયાંના ગરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ત્વચાનો રંગ પણ નિખરે છે અને વધતી ઉંમર સાથે ચહેરા પર જોવા મળતાં લક્ષણો પણ ઓછાં થઈ જાય છે.

પર્લ ફેસિયલ : આ ફેસિયલથી ટેન થઈ ગયેલી ત્વચા નિખરે છે અને ત્વચા પૂરી રીતે સાફ અને ચમકીલી બની જાય છે. પર્લ ફેસિયલથી ત્વચામાં ભેજ પણ જળવાઈ રહે છે.

ઓઝોન ફેસિયલ : ઓઝોન ફેસિયલ કરચલીઓ અને ખીલવાળી ત્વચા માટે એકદમ યોગ્ય છે. આ ફેસિયલમાં ઓઝોન સ્ટીમ આપીને ત્વચાને બાફ આપવામાં આવે છે.

ભળતી ત્વચા માટે

પ્લેટિનમ ફેસિયલ : પ્લેટિનમ ફેસિયલથી ત્વચા રિચાર્જ થઈ જાય છે અને તેમાં નવી ઊર્જા આવે છે.

ગોલ્ડ ફેસિયલ : આ ફેસિયલમાં ત્વચા પર ગોલ્ડની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને ચહેરાને નિખારવામાં આવે છે.

સ્કિન પોલિશિંગ ફેસિયલ : તેમાં ચહેરાની સફાઈ બાદ ચામડીનું આવરણ નીકળવા લાગે છે. સતત આ ફેસિયલ કરાવતા રહેવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ ઓછા થઈ જાય છે અને ચહેરાનો રંગ નીખરે છે.

મિનરલ ફેસિયલ : આ ફેસિયલ દ્વારા ત્વચાની અંદર રહેલી મિનરલ્સની ઉણપને પૂરી કરી શકાય છે.

મેકઓવર :- શહનાઝ હુસૈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન