According to The rule of Indian railway you can travel by train without ticket
  • Home
  • Top News
  • વિના ટિકિટે થઈ શકે ટ્રેનની મુસાફરી, જાણો રેલવેના નિયમ વિશે

વિના ટિકિટે થઈ શકે ટ્રેનની મુસાફરી, જાણો રેલવેના નિયમ વિશે

 | 5:13 pm IST
  • Share

  • ટ્રેનમાં તમને અનેક પ્રકારની સુવિધાઓ મળે છે

  • દરેક વર્ગના લોકોની પહેલી પસંદ છે ટ્રેનમાં મુસાફરી

  • ઘણીવાર ટ્રેનની ટિકિટ મળતી નથી 

ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તમામ વર્ગના લોકો માટે ટ્રેનની મુસાફરી ઘણી સરળ અને વધુ અનુકૂળ છે. લાંબી મુસાફરીની વાત આવે છે, ત્યારે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર લોકો પાસે રિઝર્વેશન ટિકિટ ન હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘણી તકલીફો સહન કરવી પડે છે. એવામાં આજે તમને ટિકિટ સંબંધિત એક એવી માહિતી આપીશું કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હવે જો તમારી પાસે ટ્રેનની રિઝર્વેશન ટિકિટ ન હોય તો પણ તમે ખૂબ જ આરામથી ટિકિટ વિના રેલવેમાં મુસાફરી કરી શકો છો.

ભારતીય રેલ્વેનો ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ

અગાઉ જયારે તમારે ઈમરજન્સીમાં મુસાફરી કરવી પડતી હતી, ત્યારે તમારી પાસે માત્ર તત્કાલ ટિકિટનો વિકલ્પ હતો. પરંતુ ઘણી વખત ભીડને કારણે આમાં પણ ટિકિટ મળી શકી નથી. પરંતુ હવે તમે સ્ટેશન પર ઉપલબ્ધ પ્લેટફોર્મ ટિકિટથી જ મુસાફરી કરી શકો છો.

જો તમારી પાસે રિઝર્વેશન ટિકિટ નથી, તો તમે ફક્ત પ્લેટફોર્મ ટિકિટથી જ ટ્રેનમાં બેસી શકો છો. આ પછી તમારે ટીટીને મળવું પડશે, જે એ પ્લેટફોર્મ ટિકિટના બદલામાં તમને તમારા ડેસ્ટીનેશનની ટિકિટ આપશે. તમે આ ટિકિટ સાથે મુસાફરી કરી શકો છો.

જો સીટ ખાલી ન હોય તો શું કરવું?

કેટલીકવાર ટ્રેનમાં સીટો ખાલી હોતી નથી. તો પણ તમે મુસાફરી કરી શકો છો. જો તમે ટીટી પાસે જાઓ છો, તો તે તમને રિઝર્વેશન સીટ ન હોવા પર પણ મુસાફરી કરવા દેશે. નિયમો અનુસાર, ટીટી તમને મુસાફરી કરતા રોકી શકે નહીં. જો કે તમારે 250 રૂપિયાની પેનલ્ટી સાથે સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે.

શું છે પ્લેટફોર્મ ટિકિટ?

પ્લેટફોર્મ ટિકિટ ખાસ એવા લોકો માટે છે કે જેઓ તેમના સંબંધીઓને રેલવે સ્ટેશન પર મૂકવા જાય છે. એવામાં તેમના માટે રેલવે દ્વારા નિર્ધારિત આ ટિકિટ લેવી ફરજિયાત છે. અન્યથા તેમને દંડ ભરવો પડશે. પરંતુ રેલવેના આ નિયમ બાદ હવે આ પ્લેટફોર્મ ટિકિટ તમને મુસાફરી કરવા માટે પણ સક્ષમ બનાવે છે. તમે સ્ટેશનથી જ 10 રૂપિયામાં પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો