According to the zodiac, chanting this mantra See miracles
  • Home
  • Astrology
  • રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ, થશે ચમત્કાર મળશે ઝળહળતી સફળતા

રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ, થશે ચમત્કાર મળશે ઝળહળતી સફળતા

 | 2:45 pm IST

દરેક વ્યક્તિની એક ઇચ્છા હોય છે કે તેને સફળતા પ્રાપ્ત થાય. આ માટે આપણા શાસ્ત્રોમાં અનેક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. તમે તમારી રાશિ અનુસાર મંત્ર જાપ અને પૂજા પાઠ કરશો તો જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. દરેક ઘરમાં નિયમિત રીતે પૂજા-પાઠ થતાં જ હોય છે.

ઘરના સભ્યો પણ આસ્થા અનુસાર ભગવાનની ભક્તિ કરતાં જ હોય છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો એવા હોય છે જેમને આ પૂજા-પાઠનું ફળ મળતું નથી. આ સ્થિતિમાં તેમના જીવનની સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ જ નથી લેતી, ત્યારે રાશિ અનુસાર મંત્રોનો જાપ કરવાથી આ સમસ્યાઓનો અંત આવી શકે છે.

જ્યોતિષશાસ્ત્રના જાણકારોના મતાનુસાર રાશિ અનુસાર મંત્ર જાપ કરવાથી શીઘ્ર લાભ મળે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતિમાં પણ ફેરફાર થવા લાગે છે. તો જાણી લો કયા કયા છે 12 રાશિના 12 મંત્રો.

મેષ રાશિ માટે
ॐ હ્રીં શ્રીં લક્ષ્મીનારાયણ નમ:

વૃષભ રાશિ માટે
ॐ ગૌપાલાય ઉત્તર ધ્વજાય નમ:

મિથુન રાશિ માટે
ॐ ક્લીં કૃષ્ણાયૈ નમ:

કર્ક રાશિ માટે
ॐ હિરણ્યગર્ભાયૈ અવ્યક્ત રૂપિણે નમ:

સિંહ રાશિ માટે
ॐ ક્લીં બ્રહ્મણે જગદધારાયૈ નમ:

કન્યા રાશિ માટે
ॐ નમો પ્રીં પીતામ્બરાયૈ નમ:

તુલા રાશિ માટે
ॐ તત્વ નિરંજનાય તારક રામાયૈ નમ:

વૃશ્ચિક રાશિ માટે
ॐ નારાયણાય સુરસિંહાયૈ નમ:

ધન રાશિ માટે
ॐ શ્રીં દેવકીકૃષ્ણાય ઉર્ધ્વષંતાયૈ નમ:

મકર રાશિ માટે
ॐ શ્રીં વત્સલાયૈ નમ:

કુંભ રાશિ માટે
ॐ શ્રીં ઉપેન્દ્રાયૈ અચ્યુતાય નમ:

મીન રાશિ માટે
ॐ ક્લીં ઉદ્ધૃતાય ઉદ્ધારિણે નમ:

શ્રદ્ધા અને વિશ્વાસથી આ મંત્રનો જાપ કરશો તો જરૂરથી ફળની પ્રાપ્તિ થશે.

આ વીડિયો જુઓ: ગણેશજીનું વાહન મુષક કેવી રીતે બન્યુ જાણો આ કથામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન