મની પ્લાંટને ખોટી દિશામાં રાખવાથી થઈ શકો છો કંગાળ - Sandesh
  • Home
  • Astrology
  • મની પ્લાંટને ખોટી દિશામાં રાખવાથી થઈ શકો છો કંગાળ

મની પ્લાંટને ખોટી દિશામાં રાખવાથી થઈ શકો છો કંગાળ

 | 3:42 pm IST

મોટાભાગનાં લોકો પોતાના ઘર અને ઓફિસમાં મની પ્લાંટ લગાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તેને લગાવવાથી બરકત આવે છે, પરંતુ તેને લગાવતી વખતે મોટાભાગના લોકો ભૂલ કરી બેસતા હોય છે કેમ કે તેને કઈ દિશામાં લગાવવું જોઈએ કોઈને ખબર નથી હોતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો મની પ્લાંટને ખોટી દિશામં રાખવામાં આવે તો લાભની જગ્યાએ તમને નુકસાન થઈ શકે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતી પર ખરાબ અસર પડી શકે છે. આજે અમે તમને જણાવીશું કે મની પ્લાંટને કઈ દિશામાં રાખવું.

મની પ્લાંટને ક્યારે પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવું, આ દિશામાં તેને રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. તેની સાથે સંબંધો પર નકારાત્મર અસર પડે છે. મની પ્લાંટની વેલ વધવા લાગે છે ત્યારે લોકો તેને જમની પર નથી ફેલાવતા, પરંતુ આવું ન કરવું જોઈએ. તેનાથી પણ નુકસાન થઈ શકે છે. હંમેશા મની પ્લાંટની વેલોને ઉપરની તરફ લગાવવી જોઈએ.

મની પ્લાંટ સુકાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. દરરોજ તેને પાણી આપવું, કેમ કે, છોડ સૂકાય જાય તે ઘર માટે સારું ન કહેવાય. મની પ્લાંટને ક્યારે પણ પૂર્વ-પશ્ચિમ દિશામાં ન લગાવવી. એવુ માનવામાં આવે છે કે પૂર્વ-પશ્ચિમ દિશામાં તેને લગાવવાથી પતિ-પત્નીના સંબંધોમાં ખરાબ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાંટના છોડને દક્ષિણ-પૂર્વમાં રાખવો બેસ્ટ છે, કેમ કે, આ દિશા ભગવાન ગણેશની છે અને આ દિશાનો પ્રતિનિધિ શુક્ર ગ્રહ છે. અહીં રાખવામાં આવેલાં મની પ્લાંટથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.