According to vastu these plants must be planted in the house
  • Home
  • Astrology
  • ક્યારેય પૈસાનાં ફાંફાં નહીં પડે, ઘરમાં આ ફૂલ છોડ તારી દેશે તમારા છ જન્મારા!!

ક્યારેય પૈસાનાં ફાંફાં નહીં પડે, ઘરમાં આ ફૂલ છોડ તારી દેશે તમારા છ જન્મારા!!

 | 11:27 am IST

આપણી આસપાસનું વાતાવરણ કેવું છે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. હિન્દૂ ધર્મમાં તો વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આપણી આસપાસનું વાતાવરણ કેવું છે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. હિન્દૂ ધર્મમાં તો વૃક્ષોની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો: શનિનું ધનુ રાશિમાં ગોચર, આ રાશિઓના જાતક થઈ જશે માલામાલ

ભગવાન વિષ્ણુએ ગરૂડ પુરાણમાં કહ્યુ છે કે વૃક્ષોમાં પીપળો હું છું. આમ વૃક્ષો કેટલા આપણા માટે જરૂરી છે તે આના પરથી જાણી શકાય છે. કેટલાક ફૂલ છોડ સકારાત્મક ઉર્જા લાવે છે તો કેટલાક નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. વાસ્તુ અનુસાર આ છોડને ઘરમાં વાવવાથી કે લગાવવાથી આપણે ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ફૂલ છોડ માટે પણ અલગ અલગ દિશાઓ રાખવામાં આવી છે. આજે આપણે જાણીશું કે ક્યા વૃક્ષો કે ફુલછોડ ઘરમાં લગાવવા જોઈએ.

તુલસી
આપણે ત્યાં આયુર્વેદનું ખુબજ મહત્વ રહેલું છે, તુલસીનો છોડ આપણે ત્યાં ખુબજ પવિત્ર છે અને પવિત્ર જડીબુટ્ટી માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં નેગેટિવ એનર્જી હોય ત્યાં તુલસીજીનો છોડ લગાવવાથી વાતાવરણ પવિત્ર થાય છે. તુલસીના છોડને ઉત્તર, ઉત્તર-પૂર્વ, દક્ષિણ પૂર્વમાં રાખો. તુલસીજીને ક્યારેય પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ન લગાવો. રવિવારે તુલસીજીને પાણી ન આપશો કે તેના પાન ન તોડશો.

મોગરો
મનમોહક ખુશબૂ આપનાર મોગરો ઘરમાં લગાવવાથી શુભ ફળ આપે છે. આનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે ઘરમાં સુખ શાંતિ છવાય છે. સાથે આ છોડથી દેવાથી છુટકારો મળે છે આરોગ્યમાં સુધારો થાય છે. વાસ્તુ અનુસાર આ છોડને લગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે.

આંબળા
જો ઘરની પૂર્વ દિશામાં આંબળાનું ઝાડ હોય તો ઘરમાં રહેલી વ્યક્તિઓને કોઈ કષ્ટ રહેતું નથી. સાથે એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આનાથી આનું સેવન કરવાથી તમામ બીમારીઓ દૂર થઈ જશે.

મનીપ્લાન્ટ
મનીપ્લાન્ટ જોવામાં તો સારૂ લાગે તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે. આ છોડથી ઘરમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટને લગાવવાથી ઘરમાં રહેલ તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.

આ Video જુઓ: જાણો શ્રાદ્ધમાં કઈ વસ્તુ છે નિષેધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન