according to your zodiac at the shradh paksha, pitra paksha
  • Home
  • Astrology
  • શ્રાદ્ધ પક્ષમાં તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, પિતૃદેવ પ્રસન્ન થશે

શ્રાદ્ધ પક્ષમાં તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, પિતૃદેવ પ્રસન્ન થશે

 | 4:23 pm IST

ભારતીય સંસ્કૃતિમાં આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. હિંદૂ ધર્મ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં જો કેટલાંક ખાસ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પિતૃઓને શાંતિ થાય છે તેના આશીર્વાદથી વ્યક્તિનું પારિવારિક જીવન સુખી બને છે. શ્રાદ્ધ દરમિયાન જો રાશિ મુજબ આ ઉપાયો કરવામાં આવે તો નિશ્ચિતપણે શુભ ફળ પ્રાપ્ત થાય છે.
રાશિ અને ઉપાય

મેષ(અ,લ,ઈ) :
શ્રાદ્ધ શરૂ થતા જ મેષ રાશિના જાતક લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને તમારા ઘર કે તમારી દુકાનમાં મુકો. આ દાળને શ્રાદ્ધ સમાપ્ત થયા પછી જરૂરિયાત વાળાને આપી દો.

વૃષભ(બ,વ,ઉ) :
વૃષભ રાશિના જાતક ગંગા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનુ જળ કોઈ માટલામાં કે કોઈ સ્વચ્છ પાત્રમાં લઈને તેને સફેદ કપડાથી ઢાંકીને શ્રાદ્ધના દિવસોમાં પોતાના ઘર કે ઓફિસમાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ જળને તુલસીમાં ચઢાવી દો. ટૂંક જ સમયમાં તમને સફળતા મળશે.

મિથુન(ક,છ,ઘ) :
મિથુન રાશિના જાતક એક કાંસાનું વાસણ લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વ દિશામાં મુકો. શાનદાર સફળતાના યોગ બનશે.

કર્ક( ડ, હ) :
કર્ક રાશિના જાતક ચાંદીનો એક સિક્કો લઈને તેને એક વાસણમાં પાણી સાથે નાખીને ઘર કે કાર્યસ્થળ પર પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરો. પિતૃના આશીર્વાદ મળશે.

સિંહ (મ,ટ) :
સિંહ રાશિના જાતક એક વાડકીમાં સંચળ ભરીને તેને પોતાના ઘર કે વ્યવસાય ક્ષેત્રમાં પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ સંચળ કોઈ ચાર રસ્તા પર નાખી દો.

કન્યા(પ,ઠ,ણ) :
કન્યા રાશિના જાતક એક પાત્રમાં કપૂરને પોતાના કાર્યસ્થળ કે રહેઠાણના પૂર્વ દિશામાં મુકો. તેનાથી લાભ પ્રાપ્ત થશે.

તુલા(ર,ત) :
તુલા રાશિના જાતક ચાંદીનો એક સિક્કો લઈને તેને વાસણમાં પાણી નાખીને ઘર કે કાર્ય સ્થળની પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરો.

વૃશ્ચિક (ન,ય) :
વૃશ્ચિક રાશિના જાતક એક પાત્રમાં ચોખા અને એક પાત્રમાં મગની દાળ ભરીને રાખો શ્રાદ્ધના દિવસોમાં દાન કરવાથી થશે ફાયદો

ધન(ધ,ભ,ફ,ઢ) :
ધનુ રાશિના જાતક પીળા કપડામાં કોઈપણ ધાર્મિક પુસ્તક રાખો પોતાના ઘર કે કાર્યક્ષેત્રમાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ પુસ્તકને કોઈને ભેટ આપી દો.

મકર(ખ,જ) :
મકર રાશિના જાતક નાળિયેરના તેલમાં કાળા તલ અને એક નાળિયેર પર કાળો દોરો બાંધીને તે બંનેને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વ ખૂણામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા તેને કોઈ ચાર રસ્તા પર નાખી દો. તમને મનવાંછિત લાભની પ્રાપ્તિ થશે.

કુંભ( ગ,શ,સ) :
કુંભ રાશિના જાતક એક કાંસાનું વાસણ લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મુકો. શાનદાર સફળતાના યોગ બનશે.

મીન(દ,ચ,ઝ,થ) :
મીન રાશિના જાતક 21 સિક્કા પીળા કપડામાં બાંધીને તમારા ઘર કે કાર્ય સ્થળના ઉત્તર પૂર્વના ખૂણામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન આપો. ધન લાભ થશે.

આ તમામ ઉપાયો રાશિ અનુસાર કરવાથી પિતૃદેવની કૃપા પ્રાપ્ત થશે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન