Actor Aamir Khan secretly made Various financial Contributions to the fight against Corona
  • Home
  • Entertainment
  • Bollywood
  • આખરે આમિર ખાને કોરોના વાયરસ સામે લડવા દાન તો કર્યું પણ જાહેર કરવાનો કર્યો ઈનકાર

આખરે આમિર ખાને કોરોના વાયરસ સામે લડવા દાન તો કર્યું પણ જાહેર કરવાનો કર્યો ઈનકાર

 | 7:58 pm IST

કોરોના વાયરસ નામની મહામારીનો સામનો કરવા માટે અનેક લોકો છુટ્ટાહાથે દાન આપી રહ્યાં છે. જેમાં બોલિવૂડમાંથી પણ કેટલાક લોકો PM CARE ફંડમાં દાન કરે છે. કેટલાક સ્ટાર્સ પોતે આપેલા દાન કે કરેલી મદદની જાહેરાત કરે છે તો કેટલાક સેલિબ્રિટીઓ ચુપચાપ ગુપ્તદાન કરે છે.

શાહરુખ, કરીના, કેટરીના જેવા સ્ટાર્સે ગુપ્ત દાન કર્યું હતું. શાહરુખ ખાને પોતાની ચાર માળની ઓફિસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધી. અહીંયા ક્વૉરન્ટીન દર્દીઓને રાખવામાં આવ્યા છે તો આલિયા ભટ્ટે પણ દાન આપેલી રકમ જાહેર કરી નથી. આ સેલિબ્રિટીમાં હવે આમિર ખાનનું નામ સામેલ થઈ ગયું છે. આમિર ખાને પણ કેટલી રકમ આપી તે વાતનો ખુલાસો ના કરવાનું નક્કી કર્યું છે.

આમિર ખાન તથા તેની ટીમ પાસેથી આ મુશ્કેલ સમયમાં યોગદાન અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૉકડાઉન દરમિયાન દરેક લોકો પોતાની રીતે મદદ કરી રહ્યાં છે પરંતુ આમિર ખાન ચૂપ છે. સૂત્રોના મતે, લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે જ આમિરે યોગદાન આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેતા  આમિર ખાને PM CARE ફંડ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડ, ફિલ્મ વર્કર્સ એસોસિયેશન, કેટલીક એનજીઓને દાન આપ્યું છે. ઉપરાંત આમિરે પોતાની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના શ્રમિકોને પણ સહયોગ કર્યો છે. આમિર હંમેશા જ કોઈ જાતની પબ્લિસિટી વગર દાન કરવામાં માને છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં ‘સત્યમેવ જયતે’ દ્વારા આમિર ખાને અનેક જરૂરીયયતોને મદદ કરી હતી.  ‘પાની ફાઉન્ડેશન’ સ્થાપવાની પહેલ પણ આમિર ખાને જ કરી હતી. વર્ષ 2013માં આમિરે શોમાં આવેલા આર્થિક રીતે નબળાં લોકોના પરિવારોને પાંચ કરોડ રૂપિયાથી વધુ મદદ કરી હતી. આ ઉપરાંત 2014માં આમિરે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં 11 લાખ રૂપિયા આપ્યાં હતાં. તેવી જ રીતે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ તથા અસમમાં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આમિરે મદદ કરી હતી.

જુઓ આ વીડિયો પણ : CRPF ના જવાનો કેમ્પમાં એન્ટ્રી કરે તે પહેલા એક ટનલથી નીકળવાનું રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન