Accusation On China For Putting 1,500 dangerous viruses in Hubei
  • Home
  • Corona live
  • ચીન પર લાગ્યો હચમચાવી દે તેવો આરોપ, હુબઈમાં રાખ્યા હતા 1500 ખતરનાક વાયરસ

ચીન પર લાગ્યો હચમચાવી દે તેવો આરોપ, હુબઈમાં રાખ્યા હતા 1500 ખતરનાક વાયરસ

 | 11:00 pm IST

ચીને ગત વર્ષે નવેમ્બરથી કોરોના વાયરસનાં હુમલાનો સામનો કર્યો. ધીરે-ધીરે આ ખતરનાક વાયરસ આખી દુનિયાનાં બીજા ભાગોમાં પહોંચી ગયો અને અત્યાર સુધી 22 હજારથી વધારે લોકોનો ભોગ લઇ ચુક્યો છે. જેમ જેમ આ સંખ્યા વધતી જઇ રહી છે ચીનને દુનિયાભરમાં ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાએ કોરોનાને ક્યારેક ‘ચાઇનીઝ’ તો ક્યારેક ‘વુહાન વાયરસ’ ગણાવ્યો.

ચીનનાં હુબેઈમાં 1500થી વધારે વાયરસ સ્ટ્રેન રાખવામાં આવ્યા હતા

હવે ચીન પર પ્રહાર કરતા ભારતમાં રાજ્ય સાંસદ રાકેશ સિન્હાએ કર્યો છે. રાકેશે એક ચીનનાં સરકારી સમાચાર પત્રનાં ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે જે પ્રમાણે ચીનનાં હુબેઈમાં 1500થી વધારે વાયરસ સ્ટ્રેન એક વાયરસ બેંકમાં રાખવામાં આવ્યા હતા. રાકેશે ચીનનાં સરકારી સમાચારપત્ર ચાઇના ડેલીની જુની તસવીર શેર કરતા આરોપ લગાવ્યો છે કે ચીને દુનિયાને સંકટમાં નાંખ્યું છે.

ચીનમાં એશિયાની સૌથી મોટી વાયરસ બેંક!

તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘જે ડોક્ટરે કોરોના વિશે દેશ-દુનિયાને સૌથી પહેલા જણાવ્યું તેને મારી નંખાયો. રાક્ષસી રીતે કોરોનાને કથિત રીતથી નિયંત્રિત કર્યો અને હવે દુનિયાભર, જેમાં ભારત અપવાદ નથી, ચીનની કૃતજ્ઞતાથી દબાયેલા લોકો તેની ઇમેજ ઠીક કરવામાં લાગ્યા છે.’ રાકેશે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં કહ્યું છે કે ચીનમાં એશિયાની સૌથી મોટી વાયરસ બેંક છે જેમાં 1500થી વધારે વાયરસ સ્ટ્રેન રાખવામાં આવ્યા હતા.

પહેલા પણ ચીન પર લાગી ચુક્યા છે આવા આરોપ

ચીન પર પહેલા પણ આ વાતનો આરોપ લાગતો રહ્યો છે કે તેણે ઇન્ફેક્શનની જાણકારી દબાવવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને સૌથી પહેલા આ વાતની સૂચના આપનારા ડૉક્ટર વેનિયાંગનાં મોત બાદ ચીન પ્રશ્નોનાં ઘેરામાં ઉભું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનું ઇન્ફેક્શન હુબઈથી શરૂ થયું હતુ.

આ વિડીયો પણ જુઓ: કોરોનાનો કેર વધતા પ્રાઈવેટ લેબ થઈ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન