accuse of indian-origin sikh taxi driver attack arrested on hate crime charges
  • Home
  • Top News
  • ન્યૂયોર્કમાં ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલાના આરોપીની ધરપકડ

ન્યૂયોર્કમાં ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલાના આરોપીની ધરપકડ

 | 7:00 pm IST
  • Share

  • શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ

  • તેની સામે વંશીય તિરસ્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો

  • સિંઘે ઘટના બાદ પોર્ટ ઓથોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ નોંધાવ્યો હતો


ન્યૂયોર્કના JFK ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય મૂળના શીખ ટેક્સી ડ્રાઇવર પર હુમલો કરવા, તેની પાઘડી સાથે છેડછાડ અને ‘પાઘડીધારી લોકો, પોતાના દેશ પાછા જાઓ’ની બૂમો પાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે વંશીય તિરસ્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

3 જાન્યુઆરીએ શીખ ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરવા બદલ ગુરુવારે મોહમ્મદ હસનૈન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી પર, તેની ઓળખ માત્ર ‘શ્રી સિંઘ’ તરીકે જાહેર કરવામાં આવી છે.

સમુદાય આધારિત નાગરિક અને માનવાધિકાર સંગઠન શીખ ગઠબંધને જણાવ્યું કે ન્યૂયોર્કની પોર્ટ ઓથોરિટી અને ન્યૂ જર્સી પોલીસ ડિપાર્ટમેન્ટ (PAPD) એ શુક્રવારે સિંઘ પર હુમલાના આરોપમાં હસનૈનની ધરપકડની પુષ્ટિ કરી છે.

સંગઠને કહ્યું કે આ હુમલાને વંશીય નફરતના અપરાધ તરીકે ગણવો જોઈએ કારણ કે હસનૈને અપમાનજનક સ્વરમાં ‘પીડિતને તેના દેશમાં જવા અને પાઘડીવાળો વ્યક્તિ’ કહ્યું. શીખ ગઠબંધનને મોકલવામાં આવેલા એક નિવેદનમાં સિંઘે કહ્યું, ‘હું કાયદા અમલીકરણ એજન્સીઓ, શીખ ગઠબંધન અને સમુદાયના તમામ લોકોનો આભાર માનું છું જેમણે આ મુશ્કેલ સમયમાં શક્તિ આપી.’

નામ ન આપવાની વિનંતી પર સંગઠને શીખ ટેક્સી ડ્રાઈવરને ફક્ત ‘શ્રી સિંઘ’ તરીકે સંબોધિત કર્યા. સિંઘે ઘટના બાદ તરત જ પોર્ટ ઓથોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટ (PAPD)માં રિપોર્ટ નોંધાવ્યો હતો. શીખ કોએલિશનના કાયદાકીય નિર્દેશકે જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે આ અપમાનજનક હુમલામાં પૂર્વગ્રહને એક પરિબળ તરીકે ગણવામાં આવશે, જે એ વાતનો પુરાવો છે કે અન્ય ડ્રાઇવરે શ્રી સિંઘને શું કહ્યું અને કર્યું.’ નવજોત પાલ કૌરે હુમલાનો 26 સેકન્ડનો વીડિયો 4 જાન્યુઆરીએ ટ્વીટર પર પોસ્ટ કર્યો અને તે ટૂંક સમયમાં વાયરલ થઈ ગયો હતો.

હુમલો ખૂબ જ પરેશાન કરનાર

કૌરે ટ્વીટ કર્યું, ‘આ વીડિયો જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વ્યક્તિએ બનાવ્યો છે. મારી પાસે આ વીડિયોના રાઈટ્સ  નથી.’ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શીખ ટેક્સી ડ્રાઈવર પરના હુમલાને ‘ખૂબ જ પરેશાન કરનાર’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલો અમેરિકી અધિકારીઓ પાસે ઉઠાવવામાં આવ્યો છે અને તેઓએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એમ પણ કહ્યું હતું કે વીડિયોમાં જેએફકે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શીખ કેબ ડ્રાઇવર પર હુમલાના અહેવાલોથી તે ‘ખૂબ જ વ્યથિત’ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો