accused held in vadodara teenage girl sathe dushkarm
  • Home
  • Gujarat
  • વડોદરામાં વધુ એક દુષ્કર્મ, સાવલીની સગીરાને વિધર્મીએ બનાવી હવસનો શિકાર

વડોદરામાં વધુ એક દુષ્કર્મ, સાવલીની સગીરાને વિધર્મીએ બનાવી હવસનો શિકાર

 | 6:40 pm IST
  • Share

  • ધોરણ-9માં અભ્યાસ કરતી સગીરાને મુંબઈના વિધર્મીએ પીંખી નાંખી

  • ફેસબુક ફ્રેન્ડે મળવા બોલાવી બાંધ્યા શારીરિક સબંધ

  • LCBએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

વડોદરા વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મની ઘટનામાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે શહેરના મધ્યમાં આવેલા કમાટીબાગની અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.  સાવલી વિસ્તારમાં રહેતી સગીરા પર પરપ્રાંતીય વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સાવલી વિસ્તારમાં રહેતી અને ધોરણ-9માં અભ્યાસ કરતી સગીરાનો સોશિયલ મીડિયાના માધ્યમથી મુંબઈના વિધર્મી યુવક સાથે સંપર્ક થયો હતો. મુંબઈનો વિધર્મી યુવક તોહીદ ઉર્ફે કાસિમ શેખે હેલો એપ પરથી સગીરાનો નંબર મેળવીને વારંવાર વાતો કરીને તેને ભોળવી હતી.

ગત 3 ડિસેમ્બરે વિધર્મી યુવક મુંબઈથી સાવલી આવ્યો હતો અને સગીરાને કમાટીબાગની અવાવરુ જગ્યા પર લઈ જઈને તેના પર દુષ્ક્રમ આચર્યું હતું. જે બાદ સગીરાને સાવલી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે સગીરાએ પરિવારજનોને જાણ કરતા તેઓએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ નોંધાતા જ વડોદરા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. LCB, SOG સહિતની તમામ ટીમો તાત્કાલીક તપાસમાં જોડાઈ હતી. બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં આરોપી રાજ્ય બહાર ભાગી ના જાય, તેના માટે ગ્રામ્ય પોલીસે જિલ્લાના વિવિધ હાઈવે પર નાકાબંધી કરી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં આજે વહેલી સવારે આરોપી તોહીદ બસમાં બેસીને જઈ રહ્યો હતો, ત્યારે કરજણ ટોલનાકા નજીક LCBની ટીમે દબોચી લીધો હતો. હાલ પોલીસે પીડિતા અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઈએ કે, ગત મહિને પણ મૂળ નવસારીની યુવતી પર વડોદરાના વૅક્સિન ગ્રાઉન્ડ પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં પોલીસની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો