Accused in the hit and run case vismay shah served in the old age Home in Ahmedabad at Gujarat
  • Home
  • Ahmedabad
  • હિટ એન્ડ રન કેસ: નબીરો વિસ્મય શાહ શિશુગૃહ અને વૃદ્ધાશ્રમમાં આપે છે સેવા, જાણો શું છે કારણ

હિટ એન્ડ રન કેસ: નબીરો વિસ્મય શાહ શિશુગૃહ અને વૃદ્ધાશ્રમમાં આપે છે સેવા, જાણો શું છે કારણ

 | 2:16 pm IST

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની સજા પામેલા અને હાલ જામીન પર છુટેલો વિસ્મય શાહ અને તેની પત્ની સહિત છ જણાં વિદેશી દારૂની મહેફિલ માણતા પકડયા હતા. જેમાં હાઈકોર્ટે સામાજિક સેવા કરવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. જેના ભાગરૂપે વિસ્મય શાહ રવિવારે વટવા વૃધ્ધાઆશ્રમ બપોરના ચાર વાગે પહોચ્યો હતો અને ત્રણ કલાક સુધી વૃધ્ધા આશ્રમમાં વૃધ્ધોની સારસંભાળ અંગે વાતચીત કરી હતી. પછી વૃધ્ધોને જમવાનું પીરસવામાં લાગી ગયો હતો. નબીરો વિસ્મય ઘરે હાથેથી પાણી પણ પીતો નથી પરંતુ હાઈકોર્ટના હુકમથી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને પીરસવું પડયું હતું.

વિસ્મય શાહ આજે બપોરના સમયે વટવા મણીલાલ ગાંધી વાનપ્રસ્થાન વૃધ્ધા આશ્રમ પહોંચ્યો હતો. ત્યારે તેને વૃધ્ધા આશ્રમના સંચાલકોને કહ્યુ હતુ કે, મને ગુજરાત હાઈકોર્ટે સેવા કરવાનો હુકમ કર્યો છે એટલે હું આવ્યો છે. પછી વૃધ્ધા આશ્રમમાં વિસ્મય શાહે વૃધ્ધોને વારાફરતી મળીને તેમની સાર સંભાળ અંગે વાતચીતો કરી હતી. કેટલાક વૃધ્ધને મેડીકલ તકલીફો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. તે વખતે વિસ્મયે વૃધ્ધોને કહ્યુ હતુ કે, મારે છ માસ સામાજીક કામ કરવાનું હોવાથી આવતા રવિવારે મેડીકલ કેમ્પો કરવાનું કહ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, દારૂની મહેફિલકાંડમાં ના આરોપી વિસ્મયને સામાજીક સેવા કરવાની શરતે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા. વિસ્મયે તેને જામીન મળશે તો કોર્ટ જે સામાજીક સેવા કરવાનો આદેશ કરશે તે કરવા ખાતરી આપી હતી. અગાઉ હીટ એન્ડ રન કેસમાં વિસ્મયને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી,જેની અપીલ હાલ પડતર છે. નાતાલ પહેલા અડાલજમાં બાલાજી કુટિરમાં હીટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય સહિતના લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરાઇ હતી.

જેની સામે નીચલી કોર્ટમાં કરાયેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રાજયમાં દારૂબંધીના નવા કાયદા અનુસાર ઘરમાં બેસીને પણ દારૂ પીવો ગુનો છે. જેના માટે 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે. હીટ એન્ડ રન કેસમાં સુપ્રીમે કેટલીક આકરી શરતોને આધારે વિસ્મયને જામીન મંજુર કર્યા હતા. પરતું વિસ્મયે સુપ્રીમ કોર્ટની શરતોનું પણ પાલન કર્યુ નથી તેથી તેને દારૂબંધીના કેસમાં જામીન આપી શકાય નહી તેવી સરકારે રજુઆત કરી હતી. જો કે વિસ્મયના વકીલે એવો બચાવ કર્યો હતો કે વિસ્મયને કોર્ટ જે સામાજીક સેવા કરવાનો આદેશ કરશે તેનું પાલન કરશે. કોર્ટે આ શરતને આધિન જામીન પર મુકત કર્યો હતો.

શિશુગૃહમાં 6 કલાક, વૃદ્ધાશ્રમમાં 4 કલાક વિતાવ્યાં

નબીરો વિસ્મય શનિવારે શિશુગૃહ ખાતે પહોંચ્યો હતો, જ્યાં 6 કલાક જેટલો સમય વીતાવ્યો હતો અને બાળકને અંગ્રેજી શીખવાડયું હતું. રવિવારે વૃદ્ધાશ્રમમાં માત્ર 4 કલાક વીતાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન