Accused Made Tiktok Video inside from Jail in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • બોલો! અ’વાદમાં આરોપીએ જેલની અંદર બનાવ્યો ટિકટોક વીડિયો- ‘નાયક નહીં ખલનાયક હું મેં’

બોલો! અ’વાદમાં આરોપીએ જેલની અંદર બનાવ્યો ટિકટોક વીડિયો- ‘નાયક નહીં ખલનાયક હું મેં’

 | 8:08 pm IST

હાલ ટીકટોકનું ભૂત યુવાધન પર સવાર છે. અને લોકો ગમે તે જગ્યાએ ટીકટોક વીડિયો ઉતારવાનું શરૂ કરી દે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. એક આરોપીએ જેલની અંદરથી જ ટીકટોક વીડિયો બનાવીને શેર કર્યો હતો. અને વીડિયોમાં નાયક નહીં ખલનાયક હું મેં ગીત વાગતું હતું. જેલની અંદર જ આ પ્રકારે ખલનાયકનાં ગીતો વગાડી અમદાવાદ પોલીસને શર્મસાર થવાનો વારો આવ્યો હતો. આ વીડિયો અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યો હતો. પોલીસે વીડિયો વાઈરલ થતાં વીડિયો બનાવવામાં મદદ કરનાર ચાર લોકોની પણ ધરપકડ કરી હતી. પણ પોલીસની કેદમાં જ પોલીસની નજર સામે જ ખલનાયક ગીત પર ટીકટોક વીડિયો બનાવતાં આરોપીઓને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન