Accused Of Hyderabad Case Accepted Many Shocking Truth To Police
  • Home
  • Featured
  • હૈદરાબાદ ગેંગરેપ: હેવાનોએ પોલીસ સામે કબૂલ્યું હતુ, આવી અનેક ઘટનાઓને આપ્યો હતો અંજામ!

હૈદરાબાદ ગેંગરેપ: હેવાનોએ પોલીસ સામે કબૂલ્યું હતુ, આવી અનેક ઘટનાઓને આપ્યો હતો અંજામ!

 | 7:59 pm IST

હૈદરાબાદમાં બનેલી દિશા ગેંગરેપ અને મર્ડરની ઘટનાનાં ચારેય આરોપીઓનું 6 ડિસેમ્બરનાં એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું, પરંતુ હવે લોકોની સામે એ વાતો સામે આવી રહી છે જે અત્યાર સુધી દબાયલી હતી. પોલીસ રિમાન્ડમાં આરોપીઓએ ઘટનાની રાતનું તમામ સત્ય કહ્યું જે પુરાવા સાથે બંધ બેસતી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે આ ઘટના પહેલા કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવી જ 3થી 4 ઘટનાઓને તેઓ અંજામ આપી ચુક્યા હતા, જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

આરોપીઓએ જણાવ્યું કે 26 નવેમ્બરની સાંજે શમશાબાદ ટૉલની પાસે તેઓ ટ્રકને લઇને પહોંચ્યા હતા, પરંતુ ટ્રક બૂક નહોતો. માલિક શ્રીનિવાસન રેડ્ડીએ ત્યાં જ રોકાવવાનું કહ્યું. 27 નવેમ્બરની સાંજે 5 વાગ્યાથી તમામ આરોપીઓએ દારૂ પીવાની શરૂઆત કરી અને સાંજે 6 વાગ્યા સુધી દોઢ બોટલ દારૂ પી ચુક્યા હતા. 27 ડિસેમ્બર સાંજે લગભગ 6 વાગ્યે દિશા (પીડિતાનું નામ બદલ્યું છે)એ ટોલ પ્લાઝાની પાસે આરોપીઓનાં ટ્રકની પાછળ સ્કૂટી ઉભી કરી. દિશાએ ચહેરા પર કપડું બાંધેલું હતુ. જેવું દિશાએ ચહેરા પરથી કપડું હટાવ્યું રમન (નામ બદલ્યું છે)ની તેના પર નજર પડી. તેણે આરિઝ (નામ બદલ્યું છે)ની તરફ ઇશારો કર્યો. તે સમયે આરોપીઓએ નક્કી કર્યું કે તેઓ આ ઘટનાને અંજામ આપશે.

ત્યારબાદ પ્લાનિંગ સાથે કબીર (નામ બદલ્યું છે)એ દિશાની સ્કૂટીની હવા નીકાળી. રાત્રે લગભગ સવા 9 વાગ્યે દિશા પરત શમશાબાદ ટોલ પ્લાઝા પહોંચી તો દિશાને લાગ્યું કે સ્કૂટી પંક્ચર છે. તે ગભરાઈ ગઈ અને પ્લાન અંતર્ગત આરિઝ તેની પાસે ગયો અને પંક્ચર બનાવવામાં હેલ્પની વાત કરી. શિવમ (બદલાયેલું નામ) પંક્ટર બનાવવા ગયો. આ દરમિયાન દિશાએ તેની બહેન સાથે વાત કરી અને ડર લાગવાની વાત કરી. 10 મિનિટ પછી સ્કૂટીમાં હવા ભરીને શિવમ પરત આવ્યો. દિશા શિવમને પૈસા આપવા લાગી તો તમામ આરોપીઓએ મદદનો ઢોંગ કરીને પૈસા લેવાની ના કહી દીધી.

ત્યારબાદ આરિઝે દિશાનાં ચહેરા પર કપડું નાંખીને મોઢું બંધ કરી દીધું. ચારેય જણ દિશાને ટોલ પ્લાઝાની નજીક ખાલી પ્લોટમાં લઇ ગયા. ત્યાં આરિઝ અને રમને જબરદસ્તીથી દિશાનાં મોઢામાં દારૂ નાંખ્યો, ત્યારબાદ દિશા બેભાવ અવસ્થામાં આવી ગઈ. કિડનેપિંગ દરમિયાન દિશાએ અવાજ લગાવ્યો હતો, પરંતુ ટ્રાફિકનાં કારણે કોઈએ અવાજ સાંભળ્યો નહીં. ખાલી પ્લોટમાં દિશા સાથે ચારેય જણે ગેંગરેપ કર્યો.

લગભગ પોણા 11 વાગ્યે ચારેય જણાએ દિશાને બેભાન હાલતમાં ધાબળામાં લપેટી ટ્રકમાં નાંખી. શિવમ અને કબીર સ્કૂટી લઇને ટ્રક પાછળ ચાલ્યા. આ દરમિયાન દિશા જીવતી હતી. રસ્તામાં પણ તેની સાથે હેવાનિયત કરવામાં આવી. શિવમ NH 44થી પેટ્રોલ ખરીદીને ચટ્ટનપલ્લીનાં પુલ નીચે પહોંચ્યો. આરિઝ અને રમને ટ્રકમાંથી ડીઝલ નીકાળ્યું. આ દરમિયાન દિશાએ મદદ માટે બૂમો પાડી તો આરિઝે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ દિશાનાં મૃતદેહ પર ડીઝલ અને પેટ્રોલ નાંખવામાં આવ્યા અને આગ લગાવી દેવામાં આવી. તેઓ ચારેય 15 મિનિટ સુધી ત્યાં ઉભા રહીને દિશાને સળગતી જોઇ રહ્યા.

ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બરનાં હૈદરાબાદની પાસે ટોલ પ્લાઝા પર એક લેડી ડૉક્ટરનો ગેંગરેપ થાય છે, ત્યારબાદ તેની સળગેલી લાશ 27 કિલોમીટર દૂર એનએચ 44 હાઇવે પર મળે છે, જ્યારે પોલીસ આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરે છે તો તેમાં 4 લોકોની ધરપકડ થાય છે. આરોપીઓનો 10 દિવસનો પોલીસ રિમાન્ડ ચાલી જ રહ્યો હોય છે કે 6 ડિસેમ્બરની સવારે ચારેયનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર થઈ જાય છે.

આ વિડીયો પણ જુઓ: મહિલાઓ પર થતાં અત્યાચાર મુદ્દે મોરારીબાપુનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન