Acer India Server Hacked, Hackers Leaked Data, Company Confirms
  • Home
  • Featured
  • શું તમે Acerનું લેપટોપ વાપરો છો? તમારો ડેટા હેક તો નથી થયો ને!

શું તમે Acerનું લેપટોપ વાપરો છો? તમારો ડેટા હેક તો નથી થયો ને!

 | 10:56 am IST
  • Share

  • Acer Indiaનું સર્વર હેક, હજારો યુઝર્સનો ડેટા લીક

  • આ વર્ષે બીજી વખત થયું Acerનું સર્વર હેક

  • હેકર્સે લગભગ 60GB યુઝર ડેટા ચોરી લીધો

તાઇવાનની લેપટોપ કંપની Acer એ પુષ્ટિ કરી છે કે Acer ના ભારતીય ડેટાબેઝમાંથી યુઝર્સનો ડેટા બ્રીચ થયો છે. Acerએ સ્વીકાર્યું છે કે ભારતમાં તેમનું સર્વર હેક થઈ ગયું અને આ દરમિયાન 60GB યુઝર્સ ડેટા હેકર્સે ચોરી લીધો છે. નોંધનીય છે કે Acerનો ડેટાબેઝ આ વર્ષે બીજી વાર હેક થયો છે.

કંપનીનું કહેવું છે કે તેમને ભારતમાં પોતાના લોકલ આફ્ટર સેલ સર્વિસ સિસ્ટમથી આ એટેક ડિટેકટ થયો છે. આ પછી, કંપનીએ આખી સિસ્ટમને ફૂલ સ્કેન કરી અને સિક્યુરિટી પ્રોટોકોલ એક્ટિવેટ કર્યું.

Desorden નામના ગ્રુપે લીધી હેકિંગની જવાબદારી

કંપનીએ કહ્યું છે કે આ હેકિંગથી પ્રભાવિત થયેલા યુઝર્સને તેના વિશે જાણકારી આપવામાં આવી રહી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ઈન્ડિન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કંપનીને આ એટેક અંગે માહિતી આપી છે.

Desorden નામના એક ગ્રુપે આ હેકિંગની જવાબદારી લીધી છે. આ ગ્રુપે Acer ના સર્વરથી ગ્રાહકની વ્યક્તિગત માહિતી, કોર્પોરેટ કસ્ટમર ડેટા અને યુઝર્સની સંવેદનશીલ માહિતી એકત્રિત કરી હોવાનો દાવો કર્યો છે. હેકર ગ્રુપે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ ગ્રુપે ફાઇલ્સ અને ડેટાબેઝ પણ પોસ્ટ કરી દીધા છે જેમાં લગભગ 10,000 ભારતીય યુઝર્સનો ડેટા છે. આ હેકર ગ્રુપે એવો પણ દાવો કર્યો છે કે તેઓએ ભારતમાં આશરે 3,000 Acer રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સની લોગીન ડિટેલ્સ પણ મેળવી છે.

આ હેકર ગ્રુપે આ હેકિંગ વિશે ZDNet પોર્ટલને પણ જાણ કરી છે અને દાવો કર્યો છે કે હજારો ભારતીય Acer યુઝર્સના ડેટાનો ઍક્સેસ હજુ પણ તેમની પાસે છે. જોકે, હેકર ગ્રુપનું કહેવું છે કે તે રેન્સમવેર એટેક નહોતો. કારણ કે અહીં કોઈ રેન્સમની માંગ કરવામાં નથી આવી. Acer એ કહ્યું છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો