ખીલનાં નિશાન દૂર કરવાના ઘરેલુ ઉપાય જાણી લો   - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ખીલનાં નિશાન દૂર કરવાના ઘરેલુ ઉપાય જાણી લો  

ખીલનાં નિશાન દૂર કરવાના ઘરેલુ ઉપાય જાણી લો  

 | 2:37 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

જ્યારે ત્વચા ઉપર ગંદકી, પોલ્યુશન અને ઓઇલ જામ થાય ત્યારે ત્વચાના રોમછિદ્રોને તે અસર કરે અને તેની અંદર તે જમા થઇ જાય જેથી ત્વચા ઉપર ખીલ નીકળવાની શરૂઆત થાય. તેથી ત્વચાને ખીલથી બચાવવા માટે હંમેશાં સાફ રાખવી જરૂરી છે, એટલું જ નહીં આ માટે ડાયટ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટનું ધ્યાન રાખવાનું કારણ એ કે ભોજનમાં જો વધારે પડતી તીખી અને તળેલી વસ્તુ ખાવામાં આવે તો પણ ગરમીના કારણે ખીલ નીકળતા હોય છે. એકવાર ખીલ થાય એટલે તે લાંબા સમય સુધી પોતાની છાપ ત્વચા પર છોડે છે. ખીલ મટે પછી પણ તેના ડાઘ ત્વચા પર ઘણાં સમય સુધી રહે છે જે દેખાવે ખૂબ જ ખરાબ લાગે છે. આખા મોઢા ઉપર એક કે બે ખીલ થયા હોય અને તેના ડાઘ રહે તો બહુ દેખાતા નથી પણ ઘણાંને તો ખાસ્સા ખીલ થાય અને તે બધાના ડાઘ તેમના ચહેરાની શોભામાં અવરોધ રૂપ બનતા હોય છે. આ અવરોધને હટાવવાના ઘરેલુ ઉપાય આપણી પાસે છે. તો ચાલો જાણી લઈએ ખીલના ડાઘને ઘરેલુ ઉપાય દ્વારા કઇ રીતે દૂર કરીશું.

નાળિયેર તેલ  

નાળિયેર તેલમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. નાળિયેર તેલમાં રહેલો વિટામિન ઇ અને એના ગુણ તેમજ એન્ટિ ઓક્સિડન્ટ ત્વચાની કોશિકાઓને સમૃદ્ધ બનાવે છે અને ખીલના ડાઘ દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ માટે નાળિયેર તેલને ખીલના ડાઘ તેમજ આખા ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરીને લગાવવું. આમ કરવાથી ખીલના ડાઘ જલદીથી દૂર થશે.

ચણાનો લોટ  

ચણાનો લોટ ભારતના દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય જ છે. ચણાનો લોટ પણ ડાઘ દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે એક ચમચી ચણાનો લોટ, ગુલાબજળ તેમજ લીંબુના રસનાં પાંચપાંચ ટીપાં મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવીને તે સુકાઇ ન જાય ત્યાં સુધી રાખો. સુકાઇ જાય પછી ઠંડા પાણીથી તેને સાફ કરી લો. આ ઉપાય અજમાવવાથી પણ ડાઘ દૂર થશે.

સંતરાંની છાલ  

સંતરાંની છાલમાં સાઇટ્રીક એસિડની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. સંતરાની છાલથી ખીલના ડાઘ તો દૂર થાય જ છે સાથેસાથે ચહેરાનો નિખાર પણ વધે છે. આ માટે સંતરાંની છાલ સૂકવીને તેનો પાઉડર બનાવી તેમાં થોડું મધ અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો. દસ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી નાખો. આ ઉપાય અજમાવવાથી ચહેરો ચમકદાર બનશે તેમજ ડાઘ પણ દૂર થઇ જશે. ચહેરાની સંભાળ રાખવા માટે ઉપર જણાવેલા ઉપાય ચોક્કસ અજમાવવા, એટલું જ નહીં આ ઉપાય અજમાવવાથી ત્વચા મુલાયમ પણ બનશે. તમે તમારી ત્વચા અનુસાર ઉપર જણાવેલા ઉપાય અજમાવી શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન