Astrology Donate according to your zodiac and earn wealth
  • Home
  • Astrology
  • જાણીલો તમારી રાશિ અનુસાર ક્યુ દાન કરવાથી થશે પુણ્ય, ધન-વૈભવ પ્રાપ્ત કરવાના જાણો ઉપાય

જાણીલો તમારી રાશિ અનુસાર ક્યુ દાન કરવાથી થશે પુણ્ય, ધન-વૈભવ પ્રાપ્ત કરવાના જાણો ઉપાય

 | 2:22 pm IST

દાન સૌથી મોટું પુણ્ય ગણાય છે. જીવનમાં ધન સંબંધી, સ્વાસ્થ્ય સંબંધી કે પરીવારથી સંબંધિત કોઈપણ સમસ્યાઓ હોય તે દૂર કરવા માટે પણ દાન રામબાણ ઉપાય છે. પરંતુ દાન કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો વ્યક્તિ રાશિ અનુસાર યોગ્ય વસ્તુનું દાન કરે તો તેનું ફળ અનેકગણું વધી જાય છે. તો જાણી લો તમારી રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

આ પણ વાંચો: આજે પણ થાય છે ચમત્કાર! એક એવું શિવલિંગ જેમાંથી આવે છે તુલસીની સુગંધ

મેષ રાશિ
જમીન, લાલ વસ્ત્ર, સોનું, તાંબુ, કેસર, કસ્તૂરીનું દાન કરી શકો છો.
શું ન કરવું : તેલ, કાળા વસ્ત્ર, કાળી ગાય, લોખંડ, જૂતા-ચપ્પ્લનું દાન કરવાથી બચવું.

વૃષભ રાશિ
ચાંદી, સફેદ વસ્ત્ર, ઘી, સોનું, તલ, કાળા વસ્ત્ર, લોખંડ દાન કરી શકો છો.
શું ન કરવું : મગ, જમીન, લાલ વસ્ત્ર, લાલ પુષ્પ, સોનું, કેસર, તાંબુ, કસ્તૂરીનું દાન કરવાથી બચવું.

મિથુન રાશિ
કાંસા, લીલા વસ્ત્ર, ઘી, રૂપિયા, પન્ના, સોનું, શંખ, ફળનું દાન કરી શકો છો.
શું ન કરવું : ચોખા, ખાંડ, હીરા, મોતી, ચાંદી, સફેદ વસ્ત્ર, ઘીનું દાન કરવાથી બચવું.

કર્ક રાશિ
સફેદ-લાલ વસ્ત્ર, ચાંદી, ઘી, શંખ, સોનું, તાંબુ, કેસર, કસ્તૂરીનું દાન કરી શકો છો.
શું ન કરવું : કાળા વસ્ત્ર, કાળી ગાય, લોખંડ, જૂતા-ચપ્પ્લનું દાન કરવાથી બચવું

સિંહ રાશિ
દૂધ આપતી ગાય, સફેદ-લાલ વસ્ત્ર, સોનું, તાંબુ, કેસર, ચાંદી, મગ, ઘી, શંખ, મોતીનું દાન કરી શકો છો.
શું ન કરવું : તેલ, કાળા વસ્ત્ર અને ગાય, લોખંડ, જૂતાનું દાન કરવાથી બચવું .

કન્યા રાશિ
કાંસા, લીલા વસ્ત્ર, ઘી, રૂપિયા, પન્ના, સોનું, શંખ, ફ્ળનું દાન કરી શકો છો.
શું ન કરવું : ચોખા, ખાંડ, હીરા, મોતી, ચાંદી, સફેદ વસ્ત્ર, ઘીનું દાન કરવાથી બચવું.

તુલા રાશિ
હીરા, મોતી, ચાંદી, ઘી, સોનું, તેલ, ગાય, ખાંડનું દાન કરી શકો છો.
શું ન કરવું : મગ, જમીન, લાલ વસ્ત્ર, કેસર, તાંબુ, કસ્તૂરીનું દાન કરવાથી બચવું.

વૃશ્ચિક રાશિ
જમીન, લાલ વસ્ત્ર, સોનું, તાંબુ, કેસર, કસ્તૂરીનું દાન કરી શકો છો.
શું ન કરવું : કાળી ગાય, કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલ, જૂતા-ચપ્પ્લ, કાળા ફૂલનું દાન કરવાથી બચવું.

ધન રાશિ
પીળી વસ્તુ, ચોપડી, જમીન, દૂધ આપતી ગાય, લાલ ચંદન, લાલ કપડાં, તાંબુ, કેસર, મગ દાન કરી શકો છો.
શું ન કરવું : કાળી ગાય, કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલનું દાન કરવાથી બચવું.

મકર રાશિ
તેલ, તલ, ભૂરા-કાળા વસ્ત્ર, ઊની વસ્ત્ર, સોનું, લોખંડ, કસ્તૂરીનું દાન કરી શકો છો.
શું ન કરવું : લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, સફેદ કપડાં, ઘી, ચાંદી, શંખનું દાન કરવાથી બચવું.

કુંભ રાશિ
તેલ, તલ, ભૂરા-કાળા વસ્ત્ર, કાળી ગાય, ઊની વસ્ત્ર, લોખંડ, કસ્તૂરી દાન કરી શકો છો.
શું ન કરવું : મકાન, દૂધ આપતી ગાય, લાલ ચંદન અને કપડાં, સોનું, તાંબુ, ઘી, ચાંદી, શંખ, દહીંનું દાન કરવાથી બચવું.

મીન રાશિ
પીળી વસ્તુ, ચોપડી, મધ, દૂધ આપતી ગાય, જમીન, લાલ ચંદન, લાલ કપડાં, તાંબુ, કેસર, મગ દાન કરી શકો છો.
શું ન કરવું : કાળી ગાય, કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલ, જૂતા-ચપ્પ્લ, કાળા ફૂલનું દાન કરવાથી બચવું.

આ વીડિયો જુઓ: શ્રીકૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન