Across Gujarat may be rail fall 13 to 20 September, 2018
  • Home
  • Ahmedabad
  • ચોમાસાની હજુ સત્તાવાર વિદાયની વાર, સમગ્ર ગુજરાતમાં આ તારીખોમાં વરસાદ પડવાનો યોગ

ચોમાસાની હજુ સત્તાવાર વિદાયની વાર, સમગ્ર ગુજરાતમાં આ તારીખોમાં વરસાદ પડવાનો યોગ

 | 8:55 am IST

રાજ્યભરમાં ચોમાસાની સિસ્ટમ વિખેરાઈ જતાં વરસાદની શક્યતાઓ નહીંવત જણાઈ રહીં છે પરંતુ, રાજ્યમાંથી ચોમાસાની હજુ સત્તાવાર વિદાય થઈ નથી. 13મી સપ્ટેમ્બરથી 20મી સુધી વરસાદ પડે તેવી પ્રબળ યોગ જણાઈ રહ્યા છે. હજુ શિયાળાનો પવન શરૂ થયો નથી તેથી વરસાદ પડવો સંભવ છે. ગરમીનું પ્રમાણ વધવા સાથે વરસાદ પડી શકે છે.

ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદની અનિયમિતતા સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે તો મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ જણાઈ રહીં છે. આવતીકાલે રવિવારે શ્રાવણ મહિનો પૂરો થાય છે અને સોમવારથી ભાદરવાની શરૃઆત થઈ રહીં છે. છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાતાં વરસાદ પડશે તેવી શક્યતા પ્રબળ બની છે. આ અંગે હવામાન જ્યોતિષી અંબાલાલ દા. પટેલે જણાવ્યું કે, આગામી બે-ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. તદ્ ઉપરાંત 13મીથી 20મી સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં નબળી પડેલી વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય બની શકે છે.ભૂતકાળમાં ભાદરવામાં મેઘરાજા ભરપૂર વરસ્યા છે તેથી ચાલુ વર્ષે પણ ભાદરવામાં મેઘરાજા પોતાનું હેત વરસાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે.