હફીઝ સઈદ પર કાર્યવાહી અમેરિકાના દબાણમાં નથી કરવામાં આવી : પાકિસ્તાન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હફીઝ સઈદ પર કાર્યવાહી અમેરિકાના દબાણમાં નથી કરવામાં આવી : પાકિસ્તાન

હફીઝ સઈદ પર કાર્યવાહી અમેરિકાના દબાણમાં નથી કરવામાં આવી : પાકિસ્તાન

 | 8:21 pm IST

પાકિસ્તાને કહ્યું છે હાફીઝ સઈદના જમાત-ઉદ-દાવા (JuD) અને ફલાહ-એ-ઈંસાનિયત ફાઉંડેશન (FIF) વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અમેરિકાના દબાણમાં નહીં પરંતુ શાળામાં અમારા બાળકો સુરક્ષિત રહે તે માટે કરવામાં આવી છે. પાકિસ્તાને આતંકવાદી હાફીઝ સઈદના બે સંગઠનો પર ચેરિટ ફંડ ઉઘરાવવા પર પ્રતિબંધ મુક્યો હતો.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને જણાવ્યું હતું કે, અમે JuD અને FIF વિરૂદ્ધ ટ્રંમ્પ પ્રશાસનના દબાણમાં કાર્યવાહી નથી કરી. અમે ગંભીર ચર્ચા બાદ હફીઝના સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. બીબીસી સાથેની વાતચીતમાં ખાને આમ કહ્યું હતું.

નવા વર્ષના પ્રારંભે સોમવારે જ એક ટ્વિટ કરી કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લા 15 વર્ષથી અમેરિકાને મુર્ખ બનાવતું રહ્યું અને 33 અરબ ડોલરથી વધારેની આર્થિક મદદ મેળવતું રહ્યું. બદલામાં તેને માત્ર જુઠ્ઠાણાં જ મળ્યાં. પાકિસ્તાન માત્ર નાણાં એઠતું રહ્યું અને અમે અફઘાનિસ્તાનમાં રાખ ચાળતા રહી ગયાં. આમ કહેતા જ ટ્રંમ્પ સરકારે પાકિસ્તાનને મળતી 1600 કરોડથી પણ વધુની આર્થિક મદદ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પાકિસ્તાન સરકાર તત્કાળ હરકતમાં આવી હતી. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોની યાદી આગળ ધરી જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈંસાનિયત ફાઉંડેશન સહિત અન્ય સંગઠનો વિરૂદ્ધ ફંડ આપવા કંપનીઓ અને લોકોને પ્રતિબંધિત કરી દીધાં હતાં.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને જણાવ્યું હતું કે, અમે હાફિઝ સઈદના સંગઠન JuD અને FIF વિરૂદ્ધ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંમ્પ પ્રશાસનના દબાણમાં કાર્યવાહી નથી કરી. અમે ગંભીર ચર્ચા હાથ ધરી હતી.

ખાને ઉમેર્યું હતું કે, આ કાર્યવાહી ઓપરેશન રાદુલ ફસાદ અંતર્ગત કરવામાં આવી હતી. જે ગત વર્ષે પાકિસ્તાની સૈન્ય દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હાથ ધરવાનો ઉદ્દેશ્ય છુપાયેલા આતંકવાદી સ્લીપર સેલનો સ્થાનિક કાનૂની એજંસીઓના સહયોગથી દેશભરમાંથી સફાયો કરવાનું છે. ખાને કહ્યું હતું કે, અમે આ સંગઠનો વિરૂદ્ધ એટલે કાર્યવાહી હાથ ધરી હતી કેમ કે અમારા બાળકો શાળામાં સુરક્ષિત રહી શકે. અમે નથી ઈચ્છતા કે આ સંગઠન સાથે સંકળાયેલા લોકો બંદૂક લઈને પોતાના જ દેશ પર હુમલો કરી દે.

આમ પાકિસ્તાન ફરી છડેચોક વિશ્વની મહાશક્તિ અમેરિકાને પડકાર ફેંકી રહ્યું છે.

પાકિસ્તનની વર્તમાન સરકાર જમાત-ઉદ-દાવા અને એફઆઈએફ દ્વારા ચલાવવામાં આવી રહેલા ચેરિટી કામોને પણ નિયંત્રીત કરવાનું વિચારી રહી છે.