Activate Android and iOS users such as Dark Mode in your WhatsApp
  • Home
  • Technology
  • Android અને iOS યૂઝર્સ આ રીતે એક્ટિવેટ કરો તમારા WhatsAppમાં ડાર્ક મોડ

Android અને iOS યૂઝર્સ આ રીતે એક્ટિવેટ કરો તમારા WhatsAppમાં ડાર્ક મોડ

 | 11:45 am IST

પાછલા કેટલાક સમયથી Android Developer અને Apple iOS Developer મળીને ડાર્ક મોડ પર ઘણું ધ્યાન રાખી રહ્યાં છે. આ મોડના ઘણા ફાયદાઓ જોવા મળે છે. કેટલાક યૂઝર્સ માટે આ મોડ વિઝ્યુઅલ ચેન્જ લઈને આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ડાર્ક મોડ તમારી આંખો માટે પણ સારો છે. સાથે જ આ મોડથી સ્માર્ટફોનની બેટરી લાઈફ પણ વધી જાય છે. જેથી બેટરી બચી શકે છે. તાજેતરમાં Google Chrome અને કેટલાક Google Apps સહિત Facebook messengerએ પણ પોતાના પ્લેટફોર્મમાં ડાર્ક મોડ જોડવામાં આવ્યો હતો. એટલું જ નહી OnePlus પોતાના Android બેઝ Oxygen OSમાં થોડા સમય પહેલા જ ડાર્કમોડ આપી દેવામાં આવ્યું છે.

ડાર્ક મોડ ઘણા યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. ગૂગલે પણ પોતાના લેટેસ્ટ એન્ડ્રોઈડ વર્ઝન Android Q પર આ મોડ આપવામાં આવ્યો છે. હવે આ મોડને WhatsAppમાં લાવવાનો બાકી છે. તમને જણાવી દઈએ કે WhatsAppએ હજુ કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી, પરંતુ તે છતા પણ તમે પોતાના WhatsAppને ડાર્ક બનાવી શકો છો. જોકે આ મોડ તાજેતરમાં એ યૂઝર્સ માટે જ કામ કરશે જેમના સ્માર્ટફોનમાં લેટેસ્ટ વર્ઝન Android Q Beta OS હશે. આવો જાણીએ કેવી રીતે Android અને iOSમાં ડાર્કમોડ એક્ટિવેટ કરવાની ટિપ્સ

ફર્સ્ટ સ્ટેપ: સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ અને તેની અંદર ડિસ્પ્લે આપ્શન પર ટેપ કરો.

સેકન્ડ સ્ટેપ: હવે તમે સિલેક્ટલ થીમ પર ટેપ કરો તેમાં ડાર્ક મોડ પર ક્લિક કરો.

થર્ડ સ્ટેપ: હવે તમારે તમારા સેટિંગ્સમાં આપેલા ડેવલોપર ઓપ્શન પર જવાનું રહેશે (જો તમારા સ્માર્ટફોનનાં સેટિંગ્સમાં ડેવલોપર ઓપ્શન નથી તો તમે સેટિંગ્સની અંદર જઈને અબાઉટ ફોનમાં જાઓ તેમા તમને બિલ્ડ નંબર પર આંઠ વાર સતત ટેપ કરવાનું રહેશે. જેથી તમારા સેટિંગ્સમાં ડેવલોપર ઓપ્શન એડ થઈ જશે.)

ફોર્થ સ્ટેપ: હવે ડેવલોપર ઓપ્શનમાં જાઓ અને ઓવરરાઈજ ફોર્સ-ડાર્ક પર ક્લિક કરો. એવું કરવાથી આપ કોઈ પણ સપોર્ટિંગ એપ પર ડાર્ક મોડને એપ્લાય કરી શકો છો. તેવું કરવાથી તમારા વોટ્સએપમાં ડાર્કમોડ એક્ટિવેટ થઈ જશે, પરંતુ ચેટની અંદર પણ વ્હાઈટ અથવા તમે સેટ કરેલું બેકગ્રાઉન્ડ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન