અભિનેતા અક્ષય કુમારે આર્મી ડે સેનાના જવાનો સાથે મનાવ્યો, વીડિયો થયો વાયરલ
15 જાન્યુઆરીનો રોજ આર્મી દિવસ (Army Day)ની ઉજવણી કરવામાં આવે છે. આજે આર્મી દિવસ (Army Day)ની બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) ઉજવણી કરી હતી. અક્ષય કુમાર (Akshay Kumar) આર્મીના જવાનો સાથે વોલીબોલ (volleyball) મેચ રમતા અને મેરેથોનમાં જોવા મળ્યા હતા. અક્ષય કુમારે (Akshay Kumar) 15 જાન્યુઆરી શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો હતો. અક્ષય કુમારે વીડિયો શેર કરીને લખ્યું ‘મને સૈન્યના બહાદુર સૈનિકોને મળવાની તક મળી. તેમજ આર્મી ડે નિમિતે મેરેથોનમાં ભાગ લેવાનો અને બહાદુર સૈનિકો સાથે વોલીબોલ રમવાનો અવસર મળ્યો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન