actor amit sadh big actor had said he is crazy take him to a psychiatrist
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેતાએ કર્યો સૌથી ચોંકાવનારો ખુલાસો, એક નહીં સતત 4 વખત કર્યો આપઘાતનો પ્રયત્ન

અભિનેતાએ કર્યો સૌથી ચોંકાવનારો ખુલાસો, એક નહીં સતત 4 વખત કર્યો આપઘાતનો પ્રયત્ન

 | 5:19 pm IST
  • Share

બોલિવૂડ એક્ટર અમિત સાધે તેના જોરદાર અભિનયને કારણે ખૂબ ઓછા સમયમાં મોટી લોકપ્રિયતા મેળવી છે. પરંતુ એક સમય હતો જ્યારે તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો અને તેણે સતત 4 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ તેને ગાંડો ગણી લીધો હતો. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેને લગભગ 20 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો. અમિત સાધે હાલમાં જ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે માનસિક બિમારીને કારણે તેણે 4 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અમિતે કહ્યું કે ‘મેં 16 થી 18 વર્ષની ઉંમર વચ્ચે 4 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હું આત્મહત્યા કરવાના વિચારો નહોતા આવતાં પણ બસ એમ થતું કે આત્મહત્યા કરવી છે. મેં આત્મહત્યા માટે કોઈ પ્લાનિંગ પણ નહોતું કર્યું. એક દિવસ હું જાગી ગયો અને ફરીથી પ્રયત્ન કર્યો. ભગવાનની કૃપાથી જ્યારે મેં ચોથી અને છેલ્લી વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને લાગ્યું કે આ મારો અંત નથી. અને પછી બધુ વસ્તુઓ બદલવા લાગી અને મારી માનસિકતા પણ બદલી લીધી.

અમિત સાધે ડિપ્રેશન અને તેમના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એવું નહોતું કે હું એક જ દિવસમાં આ બધી વાતોથી બહાર આવી ગયો. મને 20 વર્ષ લાગ્યાં. મેં હમણાં જ વિચાર્યું કે આ મારો અંત નથી. જીવન એક ઉપહાર છે. તેથી મેં તેને સમજીને જીવન શરૂ કર્યું.

અમિતે કહ્યું હતું કે, એક મોટા અભિનેતાએ મને ગાંડો કહી દીધો હતો. તેણે કહ્યું, ‘મને યાદ છે, એક મોટા અભિનેતાએ મારી ગર્લફ્રેન્ડને કહ્યું કે આ પાગલ છે, તેને મનોચિકિત્સક પાસે લઈ જા. જ્યારે હું તેને બે વર્ષ પછી મળ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું પાગલ નથી. કદાચ હું વધુ ભાવનાશીલ હતો અથવા મને કોઈ બીજી સમસ્યા હશે. પણ હું ગાંડો તો નથી જ. મારું મગજ બરાબર ઠીક છે

આ વીડિયો પણ જુઓ: કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBની રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન