Actor Chris Hemsworth Reveals the reason behind his Daughter Name
  • Home
  • Featured
  • માર્વલના ‘થોર’એ કેમ રાખ્યું દીકરીનું નામ ‘ઈન્ડિયા’? આ છે કારણ

માર્વલના ‘થોર’એ કેમ રાખ્યું દીકરીનું નામ ‘ઈન્ડિયા’? આ છે કારણ

 | 11:24 pm IST

માર્વલની ફિલ્મોમાં સુપરહીરો ‘થોર’નું પાત્ર ભજવનાર અભિનેતા ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ‘મેન ઈન બ્લેક: ઈન્ટરનેશનલ’ 14 જૂને રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત તે એક અન્ય કારણે પણ ચર્ચામાં છે અને એ છે તેની દીકરીનું નામ. જી હાં, ક્રિસે તેની દીકરીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું છે. એક મીડિયા એજન્સી સાથે વાત કરતા ક્રિસે કહ્યું કે તેની દીકરીનું નામ ઈન્ડિયા રાખવા પાછળ તેની પત્ની એલ્સા પાતકી મુખ્ય કારણ છે.

ક્રિસે જણાવ્યું કે મારી પત્નીએ ઘણો સમય ભારતમાં પસાર કર્યો છે અને આજ કારણ છે કે મે મારી દીકરીનું નામ ઈન્ડિયા રાખ્યું છે. ઉપરાંત ક્રિસે ભારતમાં શૂટિંગ વિશે વાત કરતા કહ્યું કે અનુભવ ડરામણો પરંતુ રમૂજી રહ્યો. ક્રિસે કહ્યું કે શૂટિંગ દરમિયાન તેને રોકસ્ટારની જેમ અનુભવ થયું. આપને જણાવી દઈએ કે ગત વર્ષે એક પ્રોજેક્ટ હેઠળ શૂટિંગ માટે ક્રિસ ભારત આવ્યો હતો. ક્રિસે કહ્યું કે ડાયરેક્ટરના દરેક કટ બાદ ફેન્સ સ્ટેડિયમમાં જોર-જોરથી બૂમો પાડી રહ્યા હતા. આ જોઈ મને રોક સ્ટાર જેવી ફિલિંગ આવી રહી હતી. ક્રિસની ‘મેન ઈન બ્લેક: ઈન્ટરનેશનલ’ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન