Actor Govinda and Madhuri Dixit dance together Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • બોલિવૂડની સુપરહિટ જોડી ગોવિંદા અને માધુરીનો આ ડાન્સ જોઈ તમે પણ કહેશો Wow

બોલિવૂડની સુપરહિટ જોડી ગોવિંદા અને માધુરીનો આ ડાન્સ જોઈ તમે પણ કહેશો Wow

 | 4:39 pm IST

બોલિવૂડ એક્ટર ગોવિંદા અને માધુરી દીક્ષિતની શાનદાર જોડીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ધૂમ મચાવી છે અને દર્શકોના દિલો પર રાજ કર્યું છે. જ્યારે હાલ પણ ગોવિંદા અને માધુરી દીક્ષિત વચ્ચે એવી જ કેમેસ્ટ્રી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. આ વીડિયો માધુરી દીક્ષિતના એક ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં ગોવિંદા અને માધુરી દીક્ષિત એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ડાન્સમાં બન્નેની કેમેસ્ટ્રી શાનદાર છે. આ વીડિયો એક ડાન્સ શોનો છે જેમાં માધુરી દીક્ષિત જજ બની છે અને ગોવિંદા એ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરે છે. જ્યારે ગોવિંદાની એન્ટ્રી થાય છે ત્યારે માધુરી દીક્ષિત પહેલા સ્ટેજ પર આવે છે અને પછી ગોવિંદા સાથે ડાન્સ કરવા લાગે છે. બન્ને ફિલ્મ ‘રાજા બાબૂ’ના એક સોંગ પર ડાન્સ કરે છે. આ વીડિયોમાં બન્નેના ડાન્સ મૂવ અને સ્ટેપ ફેન્સને ઘણા પસંદ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન