અભિનેતાએ અભિનેત્રીને કહ્યું, "વર્જિનીટી સાબિત કરો" - Sandesh
  • Home
  • India
  • અભિનેતાએ અભિનેત્રીને કહ્યું, “વર્જિનીટી સાબિત કરો”

અભિનેતાએ અભિનેત્રીને કહ્યું, “વર્જિનીટી સાબિત કરો”

 | 6:26 pm IST

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક અભિનેત્રીને કથિતરૂપે મેડિકલ ટેસ્ટ દ્વારા વર્જિનીટી સાબિત કરવાનું કહેનાર 40 વર્ષિય અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં અભિનેત્રીને ગાળો પણ આપી હતી. અભિનેતાનું નામ રાજશેખર જણાવવામાં આવી રહ્યું છે.

મગાડી પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજશેખરની ધપરકડ કરવામાં આવી છે. રાજશેખર કિશોર સી નાયક દિગ્દર્શિત કન્નડ ફિલ્મ ‘આઈસ મહલ’માં કરી રહ્યાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રાજશેખરે અભિનેત્રીના પિતાનો રોલ કર્યો છે. અભિનેત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, કિશોરે તેને કરી કહ્યું હતું કે, રાજશેખર અફેરની અફવા ફેલાવી રહ્યો છે.

અભિનેત્રીએ આ બાબતે વિરોધ માટે રાજશેખરને ફોન કર્યો તો તેમણે કહ્યું હતું કે, તે અભિનેત્રીને ત્યારે જ નિર્દોષ માનશે જ્યારે મેડિકલ ટેસ્ટ કરાવી વર્જીનિટી સાબિત કરશે. ઉપરાંત રાજશેખરે અભિનેત્રીને ફોન પર બેફામ ગાળો પણ આપી હતી. રાજશેખરે અભિનેત્રીને ગાળો પણ આપી હતી. પોલીસે રાજશેખરની પીછો કરવો, અપમાનિત કરવા અને ધમકી અપાવાના આરોપસર ધરપકડ કરી હતી.