Actor Javed Hyder Selling Vegetables In Delhi, Video Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • લારી પર શાકભાજી વેચવા માટે મજબૂર થયો બોલીવુડનો આ એક્ટર, આમિર ખાન સાથે કર્યું છે કામ

લારી પર શાકભાજી વેચવા માટે મજબૂર થયો બોલીવુડનો આ એક્ટર, આમિર ખાન સાથે કર્યું છે કામ

 | 12:49 pm IST

કોરોના વાયરસનાં કારણે થયેલા લોકડાઉને ભલભલાની હાલત ખરાબ કરી દીધી છે. લોકડાઉનમાં જ્યાં લોકોએ પોતાના કામથી હાથ ધોવા પડી રહ્યા છે તો હવે લોકો મજબૂરીમાં શાકભાજી વેચવા અથવા કપડા ઇસ્ત્રી કરવા માટે મજબૂર થયા છે. પહેલાની તુલનામાં લોકોની આવકમાં પણ ઘટાડો થયો છે. આવી જ સ્થિતિને વ્યક્ત કરે છે બોલીવુડ અભિનેતાનો આ વિડીયો.

ફિલ્મ ‘ગુલામ’માં કામ કરી ચુક્યા છે

આમિર ખાનની ફિલ્મ ‘ગુલામ’માં કામ કરી ચુકેલા એક્ટર જાવેદ હૈદર પણ બીજા કલાકારોની માફક પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે. તેમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ શાકભાજી વેચતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ડૉલી બિન્દ્રાએ શેર કર્યો છે. ટીવી એક્ટ્રેસ ડૉલી બિન્દ્રાએ જાવેદનો વિડીયો ટ્વીટર પર શેર કરતા લખ્યું છે, ‘તે એક એક્ટર છે, આજે તે શાકભાજી વેચી રહ્યો છે – જાવેદ હૈદર.’

સોલંકી દિવાકર રિક્ષામાં ફળો વેચતા જોવા મળ્યા હતા

જો કે લોકો જાવેદની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું. યૂઝર્સે કહ્યું છે કે જાવેદે સાબિત કર્યું છે કે ‘જીવન હારવાનો નહીં, પરિસ્થિતિનો સામનો કરવાનું નામ છે.’ આ પહેલા સોલંકી દિવાકર રિક્ષા લઇને ફળ વેચતા દિલ્હીમાં જોવા મળ્યા હતા. કહેવામાં તો તેમણે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું છે, પરંતુ જોનારાઓની તેમના પર ભાગ્યે જ નજર પડી હશે. એક્ટિંગનું કામ રોજ-રોજ નથી મળતુ, આ કારણે દિવાકરને ફળ વેચવાનું કામ કરવું પડી રહ્યું છે.

સોલંકી દિવાકર છેલ્લા 8-10 વર્ષથી નવી દિલ્હીનાં ઓખલા મંડી જઇને ફળ લાવે છે અને ફળ વેચીને ઘરનો ખર્ચ ચલાવે છે. સોલંકી એ હજારો સંઘર્ષશીલ અભિનેતાઓમાંથી એક છે જેમને ફિલ્મોમાં નાનામોટા પાત્રો કરનારા જૂનિયર આર્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદ- શ્યામલ રો-હાઉસ વિભાગ 2માથી સેક્સ રેકેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન